ભગા બારડની મુશ્કેલીમાં વધારોઃ સેશન્સ કોર્ટે ફરી કેસ ચલાવવાનો આદેશ કર્યો

0
7

અમદાવાદ,તા.૧૫
કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો થયો છે. સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા સજા પર સ્ટે લગાવવાના મામલે સેશન્સ કોર્ટે આજે ચૂકાદો સંભળાવ્યો જેમાં કોર્ટે ધારાસભ્ય વિરુદ્ધ ફરી કેસ ચલાવવાનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા સરકારી ગોચર જમીનમાંથી ખનીજ ચોરી મામલે મળેલી સજા પર સ્ટેટ લગાવ્યો હતો, જેને લઈ રાજ્ય સરકાર દ્વારા સજા પરનો સ્ટે હટાવવાની માંગ હાઈકોર્ટમાં કરી હતી, જેને ગ્રાહ્ય રાખવામાં આવી છે.
જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ આ ચૂકાદો સંભળાવ્યો છે. સેશન્સ કોર્ટે ફરીથી કેસ ચલાવવાનો આદેશ કર્યો છે.
૧૯૯૫માં સરકારી ગોચર જમીનમાંથી ખનીજ ચોરીનો આ કેસ છે. જેને લઈ ભગવાન બારડ વિરુદ્ધ રૂ. ૨.૮૩ કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. ૨૪ વર્ષ બાદ ચૂકાદો સંબળાવી સૂત્રાપાડાની કોર્ટે ધારાસભ્ય ભગવાન બારડને દોષીત ઠેરવી સજા ફટકારી હતી. બારડને બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે કોર્ટે બારડને રૂ. ૨૫૦૦નો દંડ પણ ફટકાર્યો હતો. ભગવાન બારડ પર ખનીજ ચોરીનો કેસ હતો. જેને લઈ વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય પદેથી ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY