અમે નાગરિકતા બિલ લઇને આવ્યા તો કોંગ્રેસના પેટમાં દુખ્યું : અમિત શાહ

0
7

રાંચી,તા.૧૪
ભાજપના અધ્યક્ષ અમિત શાહે શનિવારે ઝારખંડના ગિરિડીહમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે અમે હજુ નાગરિકતા સંશોધન બિલ લઇને આવ્યા તો કોંગ્રેસના પેટમાં દુખાવો થઇ ગયો. કોંગ્રેસ તેને મુસ્લિમ વિરોધી કહી રહી છે. આ બિલ મુસ્લિમ વિરોધી નથી. કોંગ્રેસને આદત પડી છે મુસ્લિમ વિરોધી કહેવાની. શાહે કહ્યું કે ઝામુમોના હેમંત સોરેન મુખ્યમંત્રી બનવા માટે જેના ખોળામાં બેઠા છે તે જ કોંગ્રેસે અલગ ઝારખંડ રાજ્યના આંદોલનકર્તાઓ પર ગોળીઓ ચલાવી હતી.
તેમણે કહ્યું, ”સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ પર નિર્ણય થઇ ગયો છે. લાંબી સુનાવણી ચાલી. ૨૦૧૪માં સુનાવણી થઇ તો કપિલ સિબ્બલ કહે છે કે શું જલ્દી છે ? કોંગ્રેસે વર્ષો સુધી આ મામલાને લટકાવીને રાખ્યો. હવે અયોધ્યામાં આકાશ આંબતુ ભવ્ય રામમંદિર ટૂંક સમયમાં બનવાનું છે. વિપક્ષી પાર્ટીઓ પૂર્વોત્તરમાં આગ લગાવવામાં પડયા છે. હું અસમ અને નોર્થ ઇસ્ટના દરેક રાજ્યોને કહેવા માગુ છું કે તેમની ભાષા, સંસ્કૃતિ, સામાજિક ઓળખ અને તેમના રાજકીય અધિકાર ખતમ નહીં થાય. અમે તેમના પર જરાય આંચ નહીં આવવા દઇએ.”
”કાલે મેઘાલયના મુખ્યમંત્રી અને અન્ય મંત્રી મળવા માટે આવ્યા હતા. તેમણે અમુક સમસ્યાઓ જણાવી. મેં આશ્વાસન આપ્યું કે તેમાં સકારાત્મક રીતે વિચારીને મેઘાલયની સમસ્યાનું આપણે સમાધાન શોધીશુ. કોંગ્રેસ વર્ષોથી હિન્દુ-મુસલમાનનું રાજકારણ, નક્સલવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપતી આવી છે. આતંકવાદને મોદીજી જેવા પ્રધાનમંત્રી કડકાઇથી રોકે છે તો તેમા પણ તેમને તૃષ્ટિકરણ અને વોટ બેક્નનું રાજકારણ દેખાય છે. ‘
”અમે ટ્રિપલ તલાકનો કાયદો લઇને આવ્યા તો કોંગ્રેસે તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું . અમે જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ હટાવી તો કોંગ્રેસે તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું. અણે નાગરિકતા બિલ લઇને આવ્યા તો હવે તેને પણ મુસ્લિમ વિરોધી કહી રહ્યા છે. હેમંત સોરેન અને રાહુલનું ભાષણ સાંભળ્યું. તેઓ કહે છે કે ઝારખંડની જનતા ને જમ્મૂ-કાશ્મીરથી શું લેવાદેવા? રાહુલ બાબા તમને દેશનો ઈતિહાસ ખબર નથી. તમારા ચહેરા પર ઈટાલિયન ચશ્મા લાગેલા છે.”
શાહ ગિરિડીહ બાદ દેવઘર અને બાઘમારામાં ચૂંટણી સભા સંબોધિત કરશે. વિધાનસભા ચૂંટણી માટે શાહનો આ ચોથો પ્રવાસ હશે, ચોથા તબક્કામાં દેવઘર, ગિરિડીહ અને બાઘમારા સહિત ૧૫ સીટો પર ૧૬ ડિસેમ્બરે વોટિંગ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY