રણમલ/પુર ગામની શ્રી રણમલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વાંચન માં રુચિ વધે તેમજ ગ્રામજનો પણ લાભ લઇ શકે તે હેતુ તેમજ જ્ઞાન પ્રાપ્ત થાય, અને જનરલ નોલેજ માં વધારો થાય તેમજ ફાજલ સમયનો સદઉપયોગ થાય એવા શુભ હેતુથી એક કબાટ વાળા ફર્નિચર સાથેની લાયબ્રેરી બનાવવામાં આવી છે.જેમાં વિવિધ પ્રકારના 500 જેવા પુસ્તકો મુકવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટમાં સ્કૂલના પ્રિન્સીપાલ અશ્વિન ભાઈ પટેલે સાથ સહકાર આપ્યો હતો.આ પ્રોજેક્ટનું ડોનેશન પ્રેસિડેન્ટ મેહુલ સોની, અને રાકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.
આ પ્રોજેકટ ને કલબના હોદેદારો મેહુલ સોની જગદીશ પટેલ, ગીરીશભાઈ કાવર અને સભ્યોએ હાજર રહી ને સફળ બનાવ્યો હતો.
આ પ્રોજેક્ટમાં આસી.ગવર્નર નરભેરામભાઈ, ડો. અંકિતભાઈ માલમપરા અને રાજેન્દ્રસિંહ રાણા ખાસ હાજર રહ્યા હતા.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





