સમારોહ માં ચેરમેન દ્વારા સભાસદો ની આરતી ઉતારવામાં આવી.

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી દ્રારા ૨૧ મી વાર્ષિક સાધારણ સભા ની સાથે નવા કાર્યાલય નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.સવારમાં ગાયત્રી યજ્ઞ સાથે સમારોહ ની શુભ શરૂઆત થઈ હતી અને નવા કાર્યાલય નુ શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.

સાથે ૨૧ મી સાધારણ સભા યોજાઈ હતી જેમા ચેરમેન-ઘનશ્યામભાઈ સાવધરીયા,ડાયરેક્ટર- ડો.જગદીશ પંડ્યા,ડાયરેક્ટર-વિનયચંદ્ર મકવાણા,ડાયરેક્ટર-રવિન્દ્રભાઇ અમદાવાદીયા સહીત મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત ગાયત્રી ચાલીસા થી કરવામાં આવી હતી સાથે ગાયત્રીમાતા ની આરતી ઉતારવામાં આવી હતી.

આ સમયે ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરીયા દ્વારા હાજર તમામ સભાસદો ની આરતી ઉતારી ને કંઈક નવો જ સંદેશો આપવામાં આવ્યો હતો આ અંગે ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરીયા એ જણાવ્યુ હતુ કે અમારી સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી ના કોઈ પણ સભ્ય ના મૃત્યુ બાદ તરત દસ હજાર ની તાત્કાલિક સહાય આપવામાં આવે છે.સાથે જે સભાસદોના બાળકોએ ૧૦ અને ૧૨ માં ધોરણ માં સારા ટકા મેળવ્યા હોય તેવા બાળકો નુ વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવે છે….
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






