રાણપુર એ.પી.એમ.સી.માં વિજયા દશમીએ કપાસની હરાજી નુ મુર્હત કરાયુ

0
51

પહેલા દિવસે કપાસનો ઉચો ભાવ ૧૨૫૨ રૂપિયા બોલાયો

બોટાદ જીલ્લાના રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ એ.પી.એમ.સી.ખાતે વિજયા દશમીના દિવસે સવારે કપાસની હરાજી નુ મુર્હત કરવામાં આવ્યુ હતુ જેમા પહેલા દિવસે જ ખેડુતો મોટી સંખ્યામાં કપાસ લઈને આવ્યા હતા અને પહેલા દિવસે કપાસનો ઉચો ભાવ ૧૨૫૨ રૂપિયા પડ્યો હતો વિજયા દશમી ના પ્રથમ દિવસે કપાસ ની હરાજીના મુર્હત માં રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ દવે,ડીરેક્ટરશ્રી હરેશભાઈ જાંબુકીયા,મોટીવાવડી સેવા મંડળીના ચેરમેનશ્રી કીશોરભાઈ,નાનીવાવડી સેવા મંડળીના ચેરમેનશ્રી પ્રતાપભાઈ ડોડીયા,રાણપુર એ.પી.એમ.સી.ના સેક્રેટરીશ્રી ચંદુભા પરમાર તથા રાણપુર કોટનના તમામ વેપારીઓ સહીત ખેડુતો હાજર રહ્યા હતા

 

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY