રાજપીપળા ની સહારા ઈન્ડિયા સામે ગ્રાહક તકરાર ફોરમ માં કેસ કરનારા દસ ગ્રાહકોને ન્યાય

0
179

વ્યાજ સહીત પૈસા ચૂકવવા ગ્રાહક તકરાર ફોરમ નર્મદા નો આદેશ

રાજપીપળાઅને આસપાસ ના ગામોના મઘ્યમ વર્ગ ના લોકોના નાણાં આપવામાં વાયદા બતાવતા કંટાળેલા ગ્રાહકો એ વકીલ મારફતે ગ્રાહક તકરાર ફોરમ માં કેસ કરતા આખરે ન્યાય મળ્યો

રાજપીપળા: નર્મદા જિલ્લા ના રાજપીપળા શહેર અને આજુ બાજુ ના ગામોમાં રહેતા મધ્યમ વર્ગ ના લોકો એ બચત ના આશય થી સહારા ઇન્ડિયા રાજપીપળા ની કચેરી માં લાખો રૂપિયા ફિક્સ ડિપોઝીટ માં મુક્યા હતા ત્યારે એ પાકતી મુદતે ગ્રાહકો પૈસા લેવા જતા કોઈ ને કોઈ બહાના બતાવી કચેરીના કર્મચારીઓ ગ્રાહકોને ધક્કા ખવડાવતા હોય આખરે વકીલ મારફતે નોટિસ મોકલી છતાં તેમના પેટનું પાણી હાલ્યું નહીં ત્યારે રાજપીપળા ના વકીલ ધર્મેન્દ્ર ડી ગોહેલ દ્વારા આ દસ ગ્રાહકો એ સહારા સામે ગ્રાહક તકરાર ફોરમ માં અરજી દાખલ કરી પરંતુ સહારા ના કર્મચારીઓ કે અન્ય કોઈ જવાબદારો હાજર ન રહ્યા ત્યારબાદ નોટિસ પણ આપી છતાં ઘણી મુદતો બાદ પણ કોઈ ફરક્યું નહિ ત્યારે આખરે ગ્રાહક ફોરમે એક તરફી હુકમ કર્યો જેમાં આ દસ ગ્રાહકો એ સહારા માં મુકેલા અને પાકેલા લાખો રૂપિયા પાકતી મુદત થી વ્યાજ સહીત અરજદારો ને 15 દિવસ માં ચુક્વવા આદેશ કરાતા આખરે તમામ અરજદારો ને ન્યાય મળ્યો હતો

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY