ન્યુ દિલ્હી/દુબઈ,તા.૫
ખાડી દેશોની મુખ્ય એરલાઈન કંપની એમિરેટ્સે પોતાની ફ્લાઈટ્સમાં હિંદુ પરંપરા મુજબના ભોજનના વિકલ્પને સમાપ્ત કરવાનો નિર્ણય રદ્દ કર્યો છે. એમિરેટ્સ એરલાઈને કહ્યુ છે કે તેમણે આ પગલું ગ્રાહકોના અભિપ્રાયના આધારે ઉઠાવ્યું છે.
આ પહેલા એમિરેટ્સ એરલાઈન દ્વારા પોતાની ફ્લાઈટ્સમાં હિંદુ પરંપરા મુજબના ભોજનનો વિકલ્પ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી અને તેના હિંદુ પ્રવાસીઓ હવે ક્ષેત્રવાર વિશેષ શાકાહારી અથવા વિશેષ વ્યંજનોને પસંદ કરી શકે તેવું એલાન કર્યું હતું. જા કે ભારતના ઘણાં શહેરોમાં એમિરેટ્સ એરલાઈનની ફ્લાઈટો ચાલી રહી છે.
કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે ગ્રાહકો પાસેથી મળેલી ટીપ્પણીઓ અને પ્રતિક્રિયાના આધારે એમિરેટ્સે પોતાની ફ્લાઈટોમાં હિંદુ પરંપરા મુજબના ભોજનનો વિકલ્પ ચાલુ રાખવાની પુષ્ટિ કરી છે. આનાથી તેની ફ્લાઈટ્સમાં મુસાફરી કરનારા હિંદુ પ્રવાસીઓને સુવિધા રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



