નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચંદપુર ગામના લોકો પીવાના મીઠા પાણી માટે વલખાં મારી રહ્યા છે

0
38

રાજપીપળા : હાલ ઉનાળાની ઋતુ મધ્યસ્થીએ પોહોંચી છે ત્યારે નર્મદા જિલ્લા માં વિવિધ નાના ગામડાઓ માં પીવાના પાણી ની સમસ્યા ને કારણે લોકો ને હાલાકી ભોગવી પડે છે

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચંદપુર ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ગામમાં પીવાનું પાણી શુદ્ધ ન આવતું હોવાથી એક કિલોમીટર દુર જઈ નદીમાં ખાડો કરીને પીવાનું પાણી ભરવા લોકો મજબુર બન્યા છે

ચંદપુર ગામમાં લગભગ ૨૫ જેટલા પરિવારો રહે છે આ ગામની સમસ્યા એવી છે કે ગામમાં કુવામાં મોટર છે પરંતુ સિંગલ ફેજ છે જેથી પંદરથી વીસ મિનિટ પાણી આવે છે તે પણ ક્ષાર વાળું પાણી આવતું હોવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જેથી અહીંના લોકો પીવાનું પાણી ભરવા માટે નદીએ જઈ ખાડો કરીને પાણી ભરવા મજબુર બન્યા છે

પોતાના નાના બાળકોને ઘરે મૂકી મજૂરી કામ છોડી પાણી ભરવા જતા લોકોને આર્થિક નુકશાન પણ ભોગવવું પડી રહ્યું છે ઉપરાંત તેઓ જણાવે છે કે સરપંચને આ બાબતે રજુઆત કરી છે પરંતુ તેમની રજુઆત પર કોઈ ધ્યાન આપતું નથી નેતાઓ ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા તો આવે છે પરંતુ સમસ્યા આવે ત્યારે બધા ભૂગર્ભમાં ઉતરી જાય છે

ઉપરાંત ચંદપુર ગામ એડંબીયા જૂથ રામપંચાયતમાં આવતું હોય અગાઉ 21 મી જાન્યુઆરીના રોજ વાશ્મો ના કાર્યપાલક ઈજનેરને એક આવેદન પણ આપવામાં આવ્યું હતું જેમાં ચંદપુર ગામની બોરની મોટર પાઇપ લાઇનની સુવિધાઓ કરવા પણ જાણ કરાઈ હતી પરંતું હજુ સુધી કોઈ સુવિધાઓ મળી નથી

ચોમાસામાં ગામલોકો અશ્વિન નદીમાં પીવાનું પાણી ભરવા જવા મજબૂર બને છે અને ક્યારેક નદીનું વ્હેણ વધી જાય તો જીવ બચાવીને વાસણો ત્યાંજ મૂકી ભાગી આવવું પડે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મહાકાય નર્મદા ડેમ થોડાકજ અંતરે હોવા છતાં નજીક ગામના લોકો નર્મદાના પાણીથી વંચિત છે, ત્યારે આ ગામ લોકોની માંગ છે કે બોરનું પાણી ક્ષાર વાળું હાનિકારક આવતું હોવાથી સ્વાસ્થયને ખતરો છે તો તેમને પીવાના પાણી માટે નર્મદા યોજનાની પાઇપ લાઇન કરી આપવામાં આવે જેથી તેમની સમસ્યાનું સમાધાન આવી શકે

આ બાબતે તિલકવાડા ટીડીઓ દિપેક્ષ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ બાબતે અમારો સર્વે ચાલેછે હું સ્થળ તપાસ કરી જણાવીશ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા સર્વે તો કરાય છે પણ જે લોકોની ખરી જરૂરીયાત છે તેની ઉપર ધ્યાન આપવામાં આવે તોજ આ સર્વે સાર્થક થઈ શક્યો કહેવાય બાકી માત્ર વાતો કરવાથી સમસ્યાનું સમાધાન નહીં મળે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY