જન્માષ્ટમીના તહેવાર પહેલા ૧૫ તમંચા સાથે મ.પ્રદેશની ગેંગ ઝડપાઈ,પાંચની ધરપકડ

0
13

પોલીસે કુલ ૭ દેશી તમંચા, ૭ દેશી પિસ્તોલ અને ૧ દેશી રિવોલ્વર તથા ૧૬ કાર્ટીસ કબ્જે કર્યા
રાજકોટ,તા.૧
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર શરૂ થઇ ગયા છે. ત્યારે પોલીસે અસમાજીક તત્વોને લઇ પેટ્રોલિંગ વધાર્યું હતું. જેમાં એમપીની ગેંગ પાસેથી ૭ દેશી તમંચા, ૭ દેશી પિસ્તોલ, ૧ દેશી રિવોલ્વર સહિત ૧૬ કાર્ટિસ મળી આવ્યા હતા. આજે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ૧૫ હથિયાર અને કાર્ટિસ સાથે ૫ લોકોની ધરપકડ કરવામા આવી છે.
સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે શહેરના ગોંડલ રોડ પરથી ત્રણ તમંચા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો અને ઘટના સ્થળે જ તેની આકરી પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આખી ગેંગ હોવાનું સામે આવ્યું હતું. રાજકોટમાં હથિયાર વેંચનારા મધ્યપ્રદેશના અન્ય શખ્સો હજુ નજીકમાં હોવાનું કહેતાં એસઓજીની ટીમે આ રોડ પરથી ચાર શખ્સોને દબોચી લઇ થેલા તપાસતા અંદરથી બીજા હથીયારો, કાર્ટીસ મળ્યા હતાં. પોલીસે કુલ ૭ દેશી તમંચા, ૭ દેશી પિસ્તોલ અને ૧ દેશી રિવોલ્વર તથા ૧૬ કાર્ટીસ તેમજ પાંચ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૧૯,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના પાંડરી તાબેના રામપુરા ગામના રાઘવેન્દ્રસિંહ ઉર્ફ મોનીસિંહ જયસિંહ રાજાવત, ભીંડના ઇશ્વરીયા ગામના રાજેશસિંહ, ગંગાસિંહ રાજાવત, ભીંડના પાંડરી ગામના અજયસિંહ ઇન્દેસિંહ રાજાવત તથા પાંડરીના જ વિજયસિંહ રામઅશોકસિંહ રાજાવતની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલાઓમાં જાળીલાનો હરેશ દેવીપૂજક અગાઉ વ્યાજની ઉઘરાણીના ડખ્ખામાં એક પ્રજાપતિ યુવાનની હત્યાના ગુનામાં સંડોવાયો હતો. દોઢ-બે વર્ષ પહેલા જ જેલમાંથી છૂટ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY