રાષ્ટીય દરજ્જાની માંગ સાથે કરમસદમાં બંધના એલાનને કોંગ્રેસે ટેકો આપ્યો

0
18

કરમસદ,
તા.૧/૫/૨૦૧૮

છેલ્લા ઘણાં સમયથી કરમસદને રાષ્ટીય દરજ્જો આપવા માટે કેન્દ્ર અને રાજ્યમાં રજુઆત કરવામા આવી છે પરંતુ સરદાર પટેલના મુદ્દે કાંઇ જવાબ ન આપતા આજરોજ મંગળવારે કરમસદ બંધનું એલાન આપ્યું છે.

સોમવારે સરદાર પટેલના નિવાસસ્થાનથી વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળી ગ્રામજનોએ બસ સ્ટેન્ડ પાસે લોહપુરૂષની પ્રતિમા સમક્ષ અચોક્કસ મુદતના આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જાકે ઉપવાસ આંદોલનને સરદાર પટેલ પરિવારના મોભી અને તેઓના પૌત્ર ભુપેન્દ્રભાઇ પટેલ, રમેશભાઇ ઉર્ફે લામ્હાએ સમર્થન પુરૂ પાડી સરકારની નીતિરીતિની આકરી ઝાટકણી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સોમવારે સરદાર પટેલના નિવાસસ્થાનેથી જ કરમસદ સંતરામ મંદિરના મોરારીબાપુ અને બાપેશ્વર મહાદેવના જયરામગીરી મહારાજની ઉપસ્થતીમાં રેલી યોજાઇ હતી. સરદાર પટેલ હિતરક્ષક સમિતીએ એવી ચિમકી ઉચ્ચારી હતી કે, જયાં સુધી કરમસદને નેશનલ વિલેજ જાહેર કરવામાં નહી આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન જારી રહેશે. આ આંદોલનમાં માત્ર કરમસદના જ નહીં, આસપાસના ગામડાઓના લોકો પણ જાડાયાં છે.

ગામના લોકોનો દાવો છે કે ૨૦૦૨માં નરેન્દ્ર મોદીએ કરમસદને નેશનલ લેવલે ઓળખ અપાવવાનું વચન આપ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કરમસદને રાષ્ટીય ગામ જાહેર કરવાનો મામલો ૧૯૯૫થી ચાલ્યો આવે છે. ૧૯૯૫માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સમયે પોરબંદરની સાથે સાથે કરમસદને પણ નેશનલ વિલેજ જાહેર કરવા કરવા પ્રપોઝલ મોકલવામાં આવ્યું હતું. પરંતુ તે સયમની સરકારે માત્ર પોરબંદરની માગ માન્ય રાખી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY