રથયાત્રામાં હેરિટેજ થીમ..

0
25

અમદાવાદ, તા.૧૪
દેશમાં પુરી બાદ બીજી સૌથી મોટી અને મહત્વપર્ણ ગણાતી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા આજે અમદાવાદ શહેરમાં યોજાઈ હતી. લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે રથયાત્રા પરંપરાગત રુટ ઉપર ફરીને મોડી સાંજે નિજમંદિરમાં પરત ફરી હતી. જગતના નાથ જગન્નાથ પોતે બહેન સુભદ્રા અને ભાઇ બલરામની સાથે સવારે સાત વાગે નગર ભ્રમણ પર નિકળ્યા હતા. રથયાત્રામાં કેટલીક બાબતો વિશેષરીતે જાવા મળી હતી.
રથયાત્રામાં હેરીટેજ થીમથી ભારે આકર્ષણ જામ્યુ
અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના માનમાં ૧૪૧મી રથયાત્રાની થીમ પણ હેરિટેજ રાખવામાં આવી હતી. રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા હતા. જેને લઇ સમગ્ર રથયાત્રા દરમ્યાન હેરીટેજ થીમે ભારે આકર્ષણ જમાવ્યું હતું. હેરીટેજ સીટીનો દરજ્જા અને તેની થીમ પર સૌપ્રથમવાર રથયાત્રાના આકર્ષણો જાઇને નગરજનો પણ જાણે શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને લઇ ભારે ગૌરવ અનુભવતા હતા.
બીઆરટીએસ-એએમટીએસના કુલ ૫૮ રૂટ ડાયવર્ટ કરાયા
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ બીઆરટીએસના પાંચ અને એએમટીએસના બે રૂટ બંધ રખાયા હતા. એટલું જ નહી, રથયાત્રાને લઇ શહેરના બીઆરટીએસ અને એએમટીએસના કુલ મળી ૫૮ જેટલા રૂટ ડાયવર્ટ કરાયા હતા. ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે અને રથયાત્રા દરમ્યાન ટ્રાફિકની કોઇ વિકટ સમસ્યા ઉભી ના થાય તે હેતુથી બીઆરટીએસ અને એએમટીએસના રૂટોમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. કેટલાક રૂટોમાં આંશિક ફેરફાર પણ કરાયો હતો. તો, કેટલાક ટૂંકાવાયા હતા. એટલું જ નહી, રથયાત્રામાં ૧૭ હાથી અને ૧૦૧ ટ્રક જોડાયા હોવાથી ટ્રકો મોડી ના પડે તે હેતુથી પ્રોત્સાહન આપવાના ભફાગરૂપે આ વખતે સૌપ્રથમ વહેલી આવનારી પ્રથમ ૩૦ ટ્રકને કુલ રૂ.૩ લાખનું ઈનામ પણ આપવાનું નક્કી કરાયું હતું અને તે મુજબ ટ્રક ડ્રાઇવરોને સન્માનિત કરાયા હતા.
હેરતંગેઝ કરતબોથી અખાડિયનોએ આકર્ષણ જમાવ્યું
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં એકબાજુ ભકિતરસ હિલ્લોળે ચઢયો હતો તો બીજીબાજુ, રથયાત્રામાં જાડાયેલા અખાડાઓમાં દિલધડક, જાખમી અને હેરતંગેઝ કરતબોથી અખાડિયનો અને કસરતબાજાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને યંગસ્ટર્સ અખાડિયાનોના અદ્‌ભુત કરતબ-પ્રદર્શન જાઇ આશ્ચર્યચકિત બન્યા હતા. આ વખતની રથયાત્રામાં કસરતબાજોએ મોદીની ફીટનેસ ચેલેન્જનો સંદેશો આપતા હોય તે પ્રકારે ખુલ્લા શરીરને બોડી બિલ્ડિંગનું પ્રદર્શન કરી હેલ્થ વિશે જાણે જાગૃતિ ફેલાવી હતી. અખાડિયનો અને કસરતબાજામાં કેટલાક બાળ કસરતબાજો પણ દ્રશ્યમાન થતા હતા કે જેમણે લોકોને ભારે મનોરંજન કરાવ્યું હતું. રથયાત્રામાં એક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માસ્ક પહેરીને આવ્યો હતો. આ વ્યક્તિએ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. તો રથયાત્રામાં હેરીટેજના ટેબ્લો ઉપરાંત ટ્રકો પર વિવિધ કટઆઉટ અને હોર્ડીંગ્સ-બેનરો તેમ જ આકર્ષણો ઉભા કરી અકસ્માત નિવારવા, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સુરક્ષા અને સશકિતકરણ, ભ્રુણહત્યા અટકાવવા સહિતના અનોખા સામાજિક સંદેશા પણ લોકોમાં વહેતા કરાયા હતા. જેને લઇને પણ ભારે આકર્ષણ રહ્યું હતું.
ઈઝરાયેલી બલૂન, ડ્રોન અને સીસીટીવીથી સતત નજર રખાઇ
રથયાત્રામાં સુરક્ષા નીરીક્ષણ અર્થે સૌ પ્રથમ વખત ઈઝરાયેલથી લવાયેલા હિલિયમ બલૂનનો ઉપયોગ કરાયો હતો. ઇઝરાયેલથી લાવવામાં આવેલા હિલિયમ બલૂન ઉપરાંત ૧૯૩થી વધુ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી સમગ્ર રથયાત્રા દરમ્યાન પોલીસ તંત્રએ ચાંપતી નજર રાખી હતી. સતત ૭૨ કલાક સુધી આકાશમાં રહેવાની ક્ષમતા ધરાવતાં ઇઝરાયલી હિલિયમ બલૂનને ૧૫૦૦ ફૂટ ઊંચે ઊડાડવામાં આવ્યું હતું. બલૂનમાં નાઈટ વિઝન સહિતના કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા. આ બલૂન પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં તસવીરો ખેંચી શકે અને લો ઓબ્જેકટીવને શોધવામાં સક્ષમ એવી હાઇટેક ટેકનોલોજીથી સજ્જ છે. પોલીસ અને બીએસએફ જરૂર પડે તેની તસવીરોને એનલાર્જ કરી તેનું એનાલિસિસ કરી શકશે.
૨૫ હજારથી વધુ સુરક્ષા જવાનો ખડેપગે તૈનાત રહ્યા
ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રાની સુરક્ષા અને સલામતીને લઇ રથયાત્રાના રૂટ સહિત સમગ્ર શહેરભરમાં આશરે ૨૫ હજારથી વધુ પોલીસ અને સુરક્ષા જવાનો ખડેપગે સુરક્ષા વ્યવસ્થામાં
આભાર – નિહારીકા રવિયા તૈનાત રહ્યા હતા. જેમાં આઠ ડીસીપી, ૮૮ પીઆઇ, ૨૫૩ પીએસઆઇ, ૫૫૦૦ જેટલા હોમગાર્ડ જવાનો, ચેતક કમાન્ડોની ટીમ, એસઆરપીની ૨૨ કંપનીઓ, બીડીડીએસની ૧૦ ટીમ, કયુઆરટીની ૩૬ ટીમ, ૧૨૦૦થી વધુ ટ્રાફિક જવાનો સહિતના સુરક્ષા જવાનો રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં જાતરાયા હતા. રથયાત્રાને લઇ શહેરભરમાં લોખંડી સુરક્ષા કવચ ઉભુ કરાયુ હતું અને રથયાત્રા સંપન્ન ના થઇ ત્યાં સુધી તમામ સુરક્ષા જવાનોને સ્ટેન્ડ ટુ અને હાઇ એલર્ટના આદેશો જારી કરાયા હતા.
રથયાત્રા પ્રારંભમાં અને સરસપુરથી મોડી પડી
ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા આજે સવારે સાત વાગ્યે દસ મિનિટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન મંદિરની બહાર કરી દેવામાં આવ્યું હતું પરંતુ રથયાત્રામાં ટ્રક અને અખાડાઓ મોડા પડતા રથયાત્રા મંદિરની બહાર નીકળ્યા બાદ પણ તેના પ્રસ્થાન અને આગળ વધવામાં થોડો વિલંબ સર્જાયો હતો. એ જ પ્રકારે રથયાત્રા બપોરે ૧૨-૫૯ મિનિટે સરસપુર ખાતેના મોસાળ આવી પહોંચી હતી. સૌથી પહેલો રથ ભગવાન જગન્નાથજીનો આવ્યો હતો, ત્યારબાદ ૧૨-૫૬ મિનિટે બહેન સુભદ્રાજી અને તે પછી ભાઇ બલરામનો રથ આવ્યો હતો. મોસાળમાં ભગવાનના મામેરા અને લાખો શ્રધ્ધાળુઓના જમવાની-પ્રસાદની પ્રક્રિયા પૂર્ણ થતાં સમય લાગતાં ગજરાજા અને ટ્રકો તો વેળાસર રવાના થઇ ગયા હતા પરંતુ ભગવાનના રથ બપોરે ૨-૪૯ મિનિટે નિજમંદિરે પરત ફરવા રવાના થયા હતા. એટલે કે, મોસાળમાંથી પરત ફરતી વખતે પણ રથયાત્રા થોડી મિનિટો વિલંબિત થઇ હતી, મોડી પડી હતી. જા કે, ભકતોના ઘોડાપૂર અને ભકિતરસના તરબોળ વચ્ચે આ વિલંબ કયાંય વર્તાયો ન હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY