અમદાવાદ,તા.૨૩
અમદાવાદના શહેરકોટડા પોલીસ ઇન્સ્પેક્ટરે ડીસીપી ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. તેમજ આત્મહત્યા કરવાની ચીમકી પણ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરકોટડા પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ગમારે આત્મહત્યાની ચીમકી ઉચારતા આજે કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. તેમણે પોતાના જ ડીસીપી આર.એફ. સંગડા વિરુદ્ધ ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. પીઆઈ બી.ડી. ગમારે ડીસીપીના ત્રાસથી આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો હાલ ફોન બંધ કરી દીધો હોવાની માહિતી મળી રહી છે. જાકે પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા પોલીસ બેડામાં આ બાબતે ચર્ચાનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. જાકે પોલીસ કંટ્રોલ રૂમ તારફથી આવો કોઈ મેસેજ નહિ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ ડીસીપીએ ઓનલાઇન કામગીરી જલ્દી કરવા અને ભારણ ઓછું કરવા પીઆઈ બી.ડી.ગમારને ઠપકો આપ્યો હતો. જેને લઈને આ પગલું ભરવા ચીમકી ઉચ્ચારી હોવાનું સામે આવી રહ્યું છે. પીઆઈ બી.ડી.ગમાર છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન ફરિયાદ અને અરજી અપડેટ કરવામાં વિલંબ કરતા હોવાની વાત સામે આવી છે.
પીઆઇ આત્મહત્યાની ચીમકી મામલે ઝી ૨૪ કલાકની ટીમે ડીસીપી ઝોન-૩ આર.એફ.સંગાડાને પૂછતા તેમણે જણાવ્યું કે, હું આ વાતથી અજાણ છું. મારા ધ્યાને હજુ નથી આવી કોઈ બાબત નથી આવી. તમારે જાણવું હોય તો પીઆઇ સાથે જ વાત કરો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



