ભારતીય ગ્રાહકોનો ડૅટા ભારતમાં જ સંગ્રહઃ આરબીઆઇ મહેતલ નહીં લંબાવે

0
8

ન્યુ દિલ્હી,તા.૧૫
જનહિતમાં ટ્રાન્ઝેક્શન ડૅટાને ચોક્કસ પ્રદેશ પૂરતો મર્યાદિત રાખવાને લગતી શરતોનું પાલન કરવા ગ્લાબલ ફાયનાન્શિયલ ટૅક્નોલોજી (ફિનટૅક) માટે મુકરર કરેલી ૧૫ આૅક્ટોબરની સમયમર્યાદામાં રિઝર્વ બૅંક આૅફ ઈન્ડિયા (આરબીઆઈ) કોઈ રાહત નહીં આપે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આરબીઆઇએ એપ્રીલમાં ગ્લાબલ પૅમેન્ટ કંપનીઓને ભારતસ્થિત ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન ડૅટા ભારતમાં સંગ્રહ કરવા છ મહિનાનો સમય આપ્યો હતો. આજથી આરબીઆઈનો આ નિયમ લાગુ પડશે.
જાકે અમેરિકા ઈચ્છે છે કે માહિતીઓનો પ્રવાહ સરહદપાર પણ મુક્ત રીતે વહેતો રહે તે માટે ડૅટાને અમુક પ્રદેશ પૂરતો મર્યાદિત ન કરવામાં આવે.
સૂત્રોના જણાવ્યાનુસાર ગ્લાબલ ફિનટૅકે ૧૫ આૅક્ટોબરની સમયમર્યાદા લંબાવવાની માગણી કરી છે, પરંતુ એવું જણાઈ રહ્યું છે કે આપબીઆઈ આ નિયમોમાં કોઈપણ પ્રકારની રાહત આપવાની ઇચ્છા નથી ધરાવતી.
સ્થાનિક કંપનીઓએ આ માર્ગદર્શિકાને આવકારી છે, પરંતુ ગ્લાબલ કંપનીઓને એવો ભય છે કે સ્થાનિક સ્તરે સર્વર સ્થાપવામાં ખર્ચમાં વધારો થશે.
સૂત્રોના જણાવ્યાનુસાર ખર્ચમાં વધારો ટાળવા ગ્લાબલ કંપનીઓએ તાજેતરમાં આરબીઆઈ સાથે યોજાયેલી બેઠકમાં મૂળ ડૅટાને બદલે મિરર ડૅટા આપવાનો પ્રસ્તાવ મુકિયો હતો, પરંતુ આરબીઆઈએ એ માટે સહમતી નહોતી દર્શાવી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY