મુંબઇ,તા.૨૫
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંકમાં વધતી જતી ટેક્નોલોજીને જાતા આગામી પાંચ વર્ષમાં રિટાયર થઇ રહેલા કર્મચારીની જગ્યાએ ૭૫ ટકા જ નવી ભરતી કરવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ બેંકના એક સિનિયર અધિકારી અનુસાર દેશમાં રોજગારીની સ્થિતિ સારી ના હોવાના કારણે વિવિધ પદો માટે સારા ઉમેદવાર મળી રહ્યાં છે. રેલ્વેની જેમ જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છેલ્લા બે વર્ષમાં ક્લાર્કની ૮,૦૦૦ બેઠક માટે ૨૮ લાખ અરજી થઇ હતી.
નાણાકીય વર્ષ ૨૦૧૮ની શરૂઆતમાં બેંકમાં રિટાયર થઇ રહેલા ૧૨,૦૦૦ લોકોની જગ્યાએ ૧૦,૦૦૦ લોકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ક્લાર્ક તરીકે બેંકમાં ભરતી કરવામાં આવેલા ૮૦ ટકા ઉમેદવાર એમબીએ અથવા એન્જિનિયર છે.
બેંકના નાયબ મેનેજર અને કોર્પોરેટ ડેવલોપમેન્ટ અધિકારી પ્રશાંત કુમારે કહ્યું,‘આ અમારા માટે ખુબ સારી વાત છે. ક્લાર્કના પદ માટે અમને સારા ઉમેદવાર મળી રહ્યાં છે, જે ટેક્નોલોજી અને અન્ય બાબતોથી સારી રીતે જાણકાર છે. કરિયારમાં પ્રગતિ પણ ઝડપથી થઇ રહી છે, ક્લાર્ક તરીકે સેવામાં જાડાયા બાદ તેમાંથી મોટાભાગના અધિકારી તરીકે પ્રમોશન માટે આંતરિક પરીક્ષામાં સામેલ થશે.’
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રેલ્વેમાં ૯૦,૦૦૦ પોસ્ટ્સ માટે ૨.૩ કરોડ લોકોએ અરજી કરી હતી. દુનિયાભરમાં બેંક ટેક્નોલોજીમાં વિકાસ જાતા પોતાની કાર્યશૈલીમાં બદલાવ લાવી રહીં છે. બ્રિટનની ટોચની એચએસબી બેંકે દેશમાં પોતાના નેટવર્કને અડધું કરવાનો નિર્ણય લીધો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકે પણ ઓટોમેશનને જાતા પોતાની ૨૦૦ બ્રાંચ બંધ કરી દીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



