નડિયાદ-શનિવારઃ- પેટા પ્રાદેશિક રોજગાર કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે તા.૧૩/૦૭/૨૦૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ડી એ ડીગ્રી એન્ડ ડીપ્લોમા એન્જીનીયરીંગ કોલેજ, મહેમદાવાદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં કુલ ૭ નોકરીદાતાઓ હાજર રહેશે. જેમનાં દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવતાં ધો.૮ પાસ કે તેથી વધુ ભણેલા, કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક, આઈ.ટી.આઈ-ફીટર, વેલ્ડર, કારપેઈન્ટર, મેશન, COPA/CCC પાસ થયેલ ઉમેદવારોની ખાલી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા તથા પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ પેટા પ્રાદેશિક રોજગાર અધિકારી શ્રી એન.આર.શુક્લે જણાવ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



