રિઝર્વેશન ચાર્ટ તૈયાર થયા બાદ ખાલી સીટો પર રેલવે આપશે ૧૦ ટકાની છૂટ

0
6

ન્યુ દિલ્હી,તા.૨૦
સરકારે કહ્યુ કે ઓછા મુસાફરોવાળી ટ્રેનોમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કર્યા બાદ જે સીટો ખાલી રહેશે તેમાં રેલવે ૧૦ ટકાની છૂટ આપી રહી છે. આ છૂટ મૂળ ભાડામાં આપવામાં આવશે.
રેલવે રાજ્યપ્રધાન ગોહેને લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યુ કે રેલવેમાં માંગ એકસરખી નથી પરંતુ સીઝન અનુસાર માંગ ઓછી કે વધુ હોય છે. ત્યાં સુધી કે દરેક સીઝન દેશના બધા ભાગોમાં એક સરખી નથી હોતી. તેમણે કહ્યુ કે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતીય રેલવેના બધા રિઝર્વ્ડ કોચમાં કુલ મળીને બધી સીટો ૧૦૦ ટકા ભરાયેલી હતી.
ગોહેને કહ્યુ કે ઓછા યાત્રીવાળી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં વધારો કરવા માટે પગલા ભરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે ખાલી ટ્રેનોમાં યાત્રીઓની સંખ્યા વધારવા માટે સ્લીપર કેટેગરીના કોચને અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ કે અનરિઝર્વ્ડ સ્લીપર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે જ સ્લીપર ક્લાસ કોચની અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ અથવા અનરિઝર્વ્ડ સ્લીપર ક્લાસ કોચની જાહેરાત પણ કરવામાં આવી છે ગોહેને કહ્યુ કે ભારતીય રેલવે ટ્રેનની મુસાફરીને સુગમ બનાવવા માટે અનેક વ્યવસ્થા કરી રહી છે. જે હેઠળ રિઝર્વેશન ક્વોટા અને ટ્રેનનો લોડ ઘટાડવા જેવા મોરચે કામ થઇ રહ્યુ છે. તેમણે કહ્યુ કે આના માટે મુસાફરોની જરૂરીયાત અનુસાર ટ્રેનોની સેવા શરૂ કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય પ્રધાને જાણકારી આપી કે રેલવે શતાબ્દી ટ્રેનની ટેકિટો પર પણ છૂટ આપી રહી છે. આ છૂટ મૈસૂરથી બેંગાલુરૂ, અમદાવાદથી વડોદરા અને ન્યૂ જલપાઇગુડીથી માલ્દા ટાઉનના રૂટ પર આપવામાં આવી રહી છે. આ છૂટ યાત્રાની પહેલા અને અંતિમ ચરણમાં મળી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY