રેસ્ટોરન્ટ સંકલ્પ ગ્રુપના ૧૭ સ્થળોએ આઈટીનાં દરોડા

0
12

અમદાવાદ,તા.૩૦
અમદાવાદ શહેરમાં રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટ બિઝનેસ ધરાવતા સંકલ્પ ગ્રુપ સહિત અન્ય એકમો પર ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા છે. ગુજરાતના જાણીતા અને મોટી ફૂડ ચેઈન ધરાવતા સંકલ્પ ગ્રુપના ૧૭ જેટલા સ્થળોએ આઈટી વિભાગે સામુહિક દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. સંકલ્પ ગ્રુપ જાણીતી રેસ્ટોરેન્ટ અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જાડાયેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૦ જેટલા સ્થળોએ રેડની કામગીરી ચાલી રહી છે. જ્યારે અન્ય ૭ સ્થળો પર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નાણાંકીય ગરબડ થવાની આશંકાએ ઈન્કમટેક્ષ વિભાગના ૫૦ જેટલા અધિકારીઓએ સામુહિક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આઈટી વિભાગે રેસ્ટોરેન્ટ અને રિયલ એસ્ટેટ બિઝનેસ આ બંને સાથે જાડાયેલા હોય તેવા અન્ય ગ્રુપની ઓફિસ રહેઠાણ અને ધંધાના સ્થળે રેડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY