ન્યુ દિલ્હી,તા.૩૦
સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના પર લાગેલી આરોપની તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારી એ.ક. બસ્સીએ મોઇન કુરૈશી મામલામાં સુપ્રીમ કોર્ટનું શરણ લીધું હતું. ગત અઠવાડિયે ડાયરેક્ટર અલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાની બબાલ બાદ બસ્સીની પોર્ટ બ્લેયર ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. બસ્સીઓ પોતાના ટ્રાન્સફરના આદેશને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.
અરજીમાં તેમણે લખ્યું છે કે તેઓ પુરાવાના આધારે રાકેશ અસ્થાનાને દોષી જાહેર કરવાના હતા. તેમણે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેમની પાસે એ વાતના પુરાવા હતા કે એફઆઈઆરમાં જે લોકોના નામ સામેલ હતા તેમણે રૂ. ૩.૩ કરોડની લાંચ લીધી હતી.
નોંધનીય છે કે રાકેશ અસ્થાનાએ સેન્ટ્રલ વિજીલન્સ કમિશનમાં બસ્સી વિરુદ્ધ ફરિયાદ દાખળ કરાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે બસ્સી અલોક વર્માના આદેશ પર કામ કરે છે. હકીકતમાં દિલ્હી હાઇકોર્ટે સીબીઆઈને આદેશ કર્યો હતો કે રાકેશ અસ્થાના સામે પ્રથમ નવેમ્બર સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




