મોહમ્મદ કૈફ બાદ આ ભારતીય ક્રિકેટરો લઈ શકે છે સંન્યાસ

0
24

મુંબઈ,તા.૧૧
ભારત માટે ૧૩ ટેસ્ટ, ૧૨૫ વનડે અને ૭૫ ટી-૨૦ મેચ રમનારા ખેલાડી મહોમ્મદ કૈફે ૧૨ વર્ષ બાદ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે. કૈફે છેલ્લે આઇપીએલમાં રમ્યો હતો જ્યાં પણ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ સિવાય મોહમ્મદ કૈફે પોતાના કરિયરમાં એવી મોટી ઇનિંગ નથી રમી, પરંતુ ભારતીય ટીમને કૈફ જેવો ફિલ્ડર અત્યાર સુધી મળ્યો નથી. કૈફ બેટીંગમાં ચાલે કે નહીં, પરંતુ મેદાનમાં તેની ફિલ્ડીંગથી સામેની ટીમ હારી ગઇ હોય તેવા અગણિત દાખલા છે. તો ડાઇવ લગાવી તેની કેચ કરવાની સ્ટાઇલ પણ ખાસ્સી પોપ્યુલર થયેલી. પણ મોહમ્મદ કૈફ સાથે ભારતના બીજા ક્રિકેટરો પણ હવે નિવૃતિની આળે પહોંચી ચૂક્યા છે.
કૈફ સિવાય બીજા કેટલાક ખેલાડીઓ છે જે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઇ શકે છે. તેમના પર એક નજર કરવામાં આવે તો…..
હરભજન સિંહ
ભારતીય લેગ સ્પિનર હરભજન સિંહ છેલ્લા બે વર્ષથી ઇન્ટરનેશનલ મેચ નથી રમ્યો. ૧૦૩ ટેસ્ટમાં ૪૧૭ અને ૨૩૬ વનડેમાં ૨૬૯ વિકેટ તેણે પોતાના નામે કરી છે. હરભજને પોતાની છેલ્લી મેચ સાઉથ આફ્રિકા સામે વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી. જ્યારે ૨૦૧૫માં અંતિમ ટેસ્ટ અને વનડે મેચ રમેલ હતી. હરભજન હાલ આઇપીએલમાં મુંબઇ ઈન્ડિયન્સ સાથે જાડાયેલ છે.
યુવરાજ સિંહ
વર્ષ ૨૦૦૦માં ઇન્ટરનેશનલ મેચથી કારકિર્દીની શરુઆત કરનારા યુવરાજ સિંહ ૪૦ ટેસ્ટમેચોમાં ૧૯૦૦ રન કરી ચૂક્યો છે. ૩૦૪ વનડેમાં ૮૭૦૧ રન બનાવ્યા છે. ૩૬ વર્ષીય આક્રામક બેટ્‌સમેન યુવરાજ સિંહે છેલ્લી વનડે ૨૦૧૭માં રમી હતી. જ્યારે ૨૦૧૨માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેણે છેલ્લી ટી-૨૦ મેચ રમી હતી.
ગૌતમ ગંભીર
ભારતના ટોપ ઓર્ડર બેટ્‌સમેન ગૌતમ ગંભીરે પહેલી ઇન્ટરનેશનલ મેચ ૨૦૦૪માં રમી હતી. ૫૮ ટેસ્ટમાં ૪૧૫૪ રન અને ૧૪૭ વનડેમાં ૫૨૩૮ રન ગંભીરે બનાવ્યા છે. જ્યારે ૩૭ ટી-૨૦મેચમાં તેણે ૯૩૨ રન બનાવ્યા છે. છેલ્લી ટેસ્ટ ૨૦૧૬માં ઇંગ્લેન્ડ સામે અને વનડે ૨૦૧૩માં રમ્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ગંભીરની વાપસી નથી થઇ.
અમિત મિશ્રા
તો અમિત મિશ્વા પણ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટ અને વનડેથી બહાર છે. જેણે ૨૦૧૬માં છેલ્લો વનડે રમેલ હતો અને ૨૦૧૦માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ છેલ્લી ટી-૨૦ મેચ રમી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY