બ્રાઝીલના બારમાં અંધાધૂધ ગોળીબાર :: ૬ મહિલાઓ સહિત ૧૧નાં કરૂણ મોત

0
5

રિયો ડી જાનેરો,તા.૨૦
ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરમાં કેટલાક બંદૂકધારીઓ ત્રાટકિયા અને અંધાધૂધ ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગમાં ૧૧ લોકોનાં મોત નિપજ્યાં છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉત્તરી પૈરા સ્ટેટના નાગરિક સુરક્ષા વિભાગે કહ્યું કે, બેલેમ શહેરમાં સાત હુમલાખોરો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતું.
આ ફાયરિંગમાં ૧૧ લોકોનાં મોત થયા છે. જોકે, આ હુમલા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ હુમલાખોરો ફાયરિંગ બાદ ફરાર થઇ ગયા હતા. જા કે પોલીસે એક હુમલાખોરને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આ સાતેય હુમલાખોરો બાઈક અને ત્રણ કારમાં આવ્યા હતા. જાકે, પોલીસે ઘટના સ્થળે જઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ફાયરિંગમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષનો સમાવેશ થાય છે. આ ઘટના રવિવારના રોજ બ્રાઝીલના બેલેમ શેહરમાં ઘટી હતી. ઉત્તરી પેરા સ્ટેટના નાગરિક સુરક્ષા વિભાગના અનુસાર બેલેમ શહેરના એક બારમાં થયેલા હુમલામાં ૧૧ લોકોનાં મોત થયા છે. એક મળતાં અહેવાલ મુજબ સાત હુમલાખોર મોટરસાઇકલ અને ત્રણ કારમાં બાર પહોંચ્યા હતા અને ફાયરિંગ બાદ ફરાર થઇ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY