ભારે હૃદયે ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ વ્હાલસોયી પૌત્રીને અંતિમ વિદાય આપી

0
8

જુનાગઢ,તા.૨૦
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રી “પરી”ની સોમવારે અંતિમયાત્રામાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જાડાયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય લલિત વસોયા, હર્ષદ રીબડીયા, બાબુભાઇ વાજાએ પણ હાજરી આપી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રી “પરીનું બે દિવસ પહેલા હૈદરાબાદ પાસે માર્ગ અકસ્માતમાં થયું હતું.
પરીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જુનાગઢના નાગરિકો જોડાયા હતા. આ દુખદ પ્રસંગે જુનાગઢના સંતો-મહંતોની હાજર પણ રહી હતી. બધાએ ભારે હૃદયે નાનકડી પરિને અશ્રુભીની વિદાય આપી હતી. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારના કુલ ૭ સભ્યો આંધ્રપ્રદેશ ફરવા ગયા હતાં. હૈદરાબાદથી ૭૦ કિલોમીટર દૂર આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો હતો. આ ભીષણ અકસ્માતમાં મનોજ જોશીના પુત્રી અને ભીખાભાઈ જોશીના પૌત્રી પરી જોશીનું મોત નિપજ્યું છે. તો પરિવારના અન્ય ઈજાગ્રસ્ત સભ્યોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY