મધ્ય પ્રદેશના રીવામાં ‘બાપૂ’ના અસ્થિ કળશની ચોરીથી ચકચાર

0
24

રીવા,તા.૪
ગત ૨ ઓક્ટોબર જ્યારે ભારત સહિત સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીની ૧૫૦મીં જયંતી મનાવી રહ્યું હતું, ત્યારે મધ્ય પ્રદેશના રિવામાં કોઈ અજાણ્યા શખ્સે ગાંધીજી ‘બાપુ’ના અસ્થિ કળશની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહી, આ શખ્સો ગાંધીજીના પોસ્ટર પર ‘રાષ્ટ્રદ્રોહી’ લખ્યું હતું. આ ઘટના રિવાના લક્ષ્મણબાગ મંદિરની છે. આ મંદિરમાં એક “બાપૂ ભવન” આવેલું છે, જેમાં મહાત્મા ગાંધીનું એક મોટો પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટર પર “દેશદ્રોહી” લખવામાં આવ્યું છે.
આ અંગેની જાણકારી મળતા જ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ આ હરકત અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ પાર્ટીના રિવા જિલ્લાધ્યક્ષ ગુરૂમીત સિંહ માંગુએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. માંગૂએ જણાવ્યું કે, ઘટના સ્થળેથી ગાંધીજીના અસ્થિ કળશની પણ ચોરી કરવામાં આવી છે. કાર્યકર્તાઓએ આ ઘટના પાછળ ભાજપના લોકોનો દોરીસંચાર હોવાની વાત જણાવી છે. તેમણે કહ્યું કે, જે લોકો ગોડસેની વિચારધારા પર વિશ્વાસ ધરાવતા હોય, તેવા લોકો જ આ હરકત કરી શકે છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY