રો-રો ફેરીનું જહાજ મધ દરિયે અટકતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

0
20

ભાવનગર,તા.૨૧
દહેજથી ઘોઘા તરફ જઇ રહેલું રો-રો ફેરીનું જહાજ મધ દરિયે બંધ થઇ જતા, તંત્ર દોડતું થઇ ગયું છે. જહાજ દહેજથી ઘોઘા જઇ રહેલા આ જહાજમાં ૪૦૦ મુસાફરો અને ૯૫ જેટલા વાહનો છે. ટેકિનકલ ક્ષતિને કારણે જહાજ મધ દરિયે બંધ થઇ ગયું હતું. ત્યાર બાદ અલંગથી ટગ બોટ દ્વારા જહાજમાં સવાર યાત્રીકોને ઘોઘા લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
થોડા સમય પહેલાં શરૂ કરવામાં આવેલી રો-રો ફેરીનું જહાજ મધ દરિયે ખોટવાઇ ગયું હતું. યાત્રિક ખામી સર્જાતા જહાજ બંધ પડી ગયું હોવાથી મુસાફરોમાં ઉચાટ વ્યાપી જવા પામ્યો હતો. દહેજ થી ઘોઘા તરફ સવારે ૧૧ વાગે આવતી ટ્રીપના જહાજમાં યાંત્રિક ખામી સર્જાઇ હતી જેથી મધ દરિયે ૩ માઇલ વચ્ચે ખોટવાઇ ગયું હતું. જહાજમાં ઇમરજન્સી એલાર્મ વાગવાના કારણે કેપ્ટન દ્વારા જહાજનું એંજીન બંધ કરવામાં આવ્યું છે.
જહાજ દરિયા એક કલાક સુધી બંધ પડી રહ્યું હતું અને મદદ માટેની રાહ જાઇ રહ્યું હતું. ત્યારબાદ જીએમડીને મેસેજ પાસ કરવામાં આવ્યો હતો. જીએમડી દ્વારા ટગની વ્યવસ્થા કરી મુસાફરોને સલામત રીતે ઘોઘા તરફ લાવવા માટેની કવાયત હાથ ધરી હતી. આ જહાજમાં ૪૫૦થી વધુ મુસાફરો સવાર હતા અને ૯૫થી વધુ કાર સવાર હતી. અચાનક મધ દરિયે જહાજ બંધ થતા યાત્રીકો ગભરાય ગયા હતા. રિપોર્ટ મુજબ જહાજના એÂન્જનમાં કોઇ ટેકિન અંગે ખબર પડતા ઓહાપોહ મચી ગયો હતો, પરંતુ રો-રો પેક્સ સર્વિસના કર્મચારીઓએ યાત્રીકોને શાંત રહેવા કહ્યું હતું અને ત્યારબાદ અલંગથી બોટ મંગાવવામાં આવી હતી અને મુસાફરોને કિનારે લાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
રો-રો ફેરીના સીઇસી દેવેંદ્ર મંડલે જણાવ્યું હતું કે હાઇ ટેમ્પરેચર એલાર્મ આવ્યું હોવાથી એંજીનને બંધ કરવામાં આવ્યું છે તેને ચેક કરવામાં આવી રહ્યું છે. હાલ બે ટગ બોલાવવામાં આવ્યા છે અને જહાજ કંટ્રોલમાં છે. અને તપાસ ચાલુ છે. કોઇ પરેશાની વાત નથી

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY