વર્લ્ડ બેંકના અર્થશાસ્ત્રી પૂનમ ગુપ્તા બની શકે છે દેશના પ્રથમ મહિલા મુખ્ય આર્થિક સલાહકાર

0
4

ન્યુ દિલ્હી,તા.૨૧
દેશને જલ્દી મુખ્ય આર્થિક સલાહકાર મળી શકે છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે વિશ્વ બેન્ક ભારતની લીડ અર્થશાસ્ત્રી પૂનમ ગુપ્તાને આ પદ આપે તેવી શકીયતા છે. અરવિંદ સુબ્રમણ્યનનું એક્સટેન્શન ઓગસ્ટમાં સમાપ્ત થઈ ગયુ હતુ. તે બાદ આ પદ ખાલી છે. આ સિવાય તેમની સાથે જેપી મોર્ગનના ચીફ ઈન્ડિયા અર્થશાસ્ત્રી સાજીદ ચિનોય અને ઈન્ડિય સ્કૂલ ઓફ બિઝનેસના કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન પણ મુખ્ય આર્થિક સહાલકાર પદની રેસમાં સામેલ છે.
પૂનમ ગુપ્તા વિશ્વ બેન્કમાં ભારત તરફથી અર્થશાસ્ત્રી નિયુક્ત છે. તેઓ ઇન્સ્ટિટ્યુટ આૅફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેયર પ્રોફેસર હતા. આ સિવાય તેઓ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એસોસિએટ પ્રોફેસર રહી ચુકવ્યા છે. તેમણે સ્હ્લમાં અર્થશાસ્ત્રી તરીકે કામ પણ કર્યું છે. પૂનમ ગુપ્તા ઈન્ટરનેશનલ ઈકોનોમીમાં ર.ડ્ઢ થયેલા છે.
સરકારે તેમના ઉત્તરાધિકાર શોધવા માટે રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર વિમલ જાલાનની અધ્યક્ષતામાં એક સર્ચ કમેટી બનાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY