ટોકિયો,તા.૨૨
જાપાનની સ્કૂલમાં અંગ્રેજી શીખવવા માટે રોબોટ તહેનાત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ રોબોટ બાળકોને અંગ્રેજીમાં વાત કરવાનું શીખવશે. ચીનમાં વિશ્વ રોબોટ સંમેલનમાં રોબોટ ડોકટર, શિક્ષક અને સૈનિકોનું પ્રદર્શન કરવામાં આવ્યું.
ચીનના આ રોબોટસને ભવિષ્યનાં મશીન કહેવાય છે. જાપાનના એક ન્યૂઝપેપરના જણાવ્યા મુજબ શિક્ષણ મંત્રાલય એપ્રિલ-ર૦૧૯માં દેશની પ૦૦ સ્કૂલમાં પાઇલટ પ્રોજેકટ હેઠળ રોબોટ લગાવશે. બાળકોને અંગ્રેજી શીખવવા માટે એપ અને ઓનલાઇન કન્વર્સેશનનું સેશન પણ લગાવાશે. જાપાનની સ્કૂલો પર બાળકોને અંગ્રેજી શીખવવાનું દબાણ છે, પરંતુ દરેક સ્કૂલ વધતા ખર્ચને કારણે અંગ્રેજીનો શિક્ષક રાખી શકતી નથી.
આવા સંજાગોમાં સરકારનું માનવું છે કે આ કામ રોબોટ સાથે કરાવવાનું સસ્તું પડશે. જાપાનનાં બાળકો અંગ્રેજી લખવામાં કમજોર હોય છે. સરકારે આદેશ કર્યા છે કે બે વર્ષમાં બાળકોને અંગ્રેજી બોલવા અને લખવામાં માહિર બનાવાય.
ચીનમાં ફેકટરીથી લઇને રેસ્ટોરાં, બેન્ક અને પાર્સલ પહોંચાડવાનું કામ પણ રોબોટ કરી રહ્યા છે. એક એવો રોબોટ બનાવાયો છે જે ૧પ૦ બીમારીઓ વિશે જાણીને તેનો ઇલાજ કરી શકે છે. રોબોટે ચીનની નેશનલ મેડિકલ કવોલિફિકેશન એકઝામ પણ પાસ કરી લીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



