હાર્દિક-પંતના પ્રદર્શન પર સચિન ફિદા : લખ્યું,શાનદાર ક્રિકેટ,વિકેટની આગળ અને પાછળ

0
44


મુંબઈ,તા.૨૨
પાંચ મેચોની સીરિઝની ત્રીજી ટેસ્ટમાં ભારત ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયુ છે. નોટિંઘમમા રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસે રમત પૂર્ણ થવા સુધી ભારતે પ્રથમ ઇનિંગના આધારે ઇંગ્લેન્ડ પર ૨૯૨ રનની લીડ બનાવી લીધી હતી. મેચના બીજા દિવસે હાર્દિક પાંડ્યાએ જ્યાં ઇંગ્લેન્ડની પાંચ વિકેટો ઝડપી તો ત્યા જ ઋષભ પંતે કેચ પકડીને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ તેમના ખુબ વખાણ કર્યા છે.
મેચના બીજા દિવસે રમત પૂર્ણ થયા બાદ સચિન ટેંડુલકરે ટ્‌વીટ કરીને લખ્યું,’શાનદાર ક્રિકેટ, વિકેટની આગળ અને પાછળ. હાર્દિક પાંડ્ય અને ઋષભ પંતને શુભેચ્છા. એકને પાંચ વિકેટ માટે તો એકને પાંચ કેચ માટે.’
તમને જણાવી દઇએ કે, જોશ બટલરની લડાયક સદી અને સ્ટોક્સ સાથે ૧૬૯ રનની ભાગીદારી બાદ જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને મેચમાં વાપસી કરાવી જીતની નજીક પહોંચાડી હતી. ઇંગ્લેન્ડે ૫૨૧ રનના ટાર્ગેટ સામે ૬૨ રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે બટલર અને સ્ટોક્સે પાંચમી વિકેટ માટે ૧૬૯ રન જોડી ભારતીય ટીમની ચિંતા વધારી હતી. દરમિયાન અંતિમ સેશનમાં ભારત વિકેટ માટે તરસી રહ્યું હતું ત્યારે બુમરાહે સદી ફટકારનાર બટલરને આઉટ કર્યા બાદ બીજા જ બોલે બેરસ્ટોને પણ બોલ્ડ કરી ભારતની વાપસી કરાવી હતી. તે પછી વોક્સને પણ આઉટ કરતાં ભારતની જીત નિશ્ચિત કરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY