આરટીઈ હેઠળ ૨૦ જેટલા પ્રવેશ ખોટી રીતે લેવાયા હોવાની આશંકા

0
75

અમદાવાદ,તા.૨૫
શૈક્ષણિક વર્ષ ર૦૧૭-૧૮માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શહેરની ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી પ૦૦ જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે શંકાસ્પદ જણાયા હતા. તેની ફરી ચકાસણી બાદ ર૦૦ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને સુનાવણીમાં બોલાવાયા હતા.
ધનિક વાલીઓએ આવક સહિતના બોગસ પુરાવા રજૂ કરીને સંતાનોના પ્રવેશ કરાવ્યા હોવાની ડીઇઓમાં અનેક ફરિયાદ આ વર્ષે પણ આવી હતી. અમદાવાદ પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ ડીઇઓને આ બાબતે તપાસના આદેશ આપ્યા બાદ ડીઇઓ કચેરીએ શહેરની ૮૦૦ શાળામાં તપાસ કરવા ૧૦ ટીમ બનાવી હતી.
ફરિયાદવાળી શાળાઓમાં ટીમે તપાસ કરીને રિપોર્ટ કર્યા બાદ ડીઈઓ કચેરીએ આવા શંકાસ્પદ જણાયેલ પ્રવેશ કેસ બાબતે વાલીઓને સુનાવણી અર્થે બોલાવવાનું શરૂ કર્યું છે. ગત વર્ષ કરતાં આવા કેસની સંખ્યા ઓછી છે.
જેમાં વાલીઓને સાંભળવાની પૂરી તક આપવામાં આવે છે. આ સુનાવણી દરમિયાન ર૦થી વધુ વાલીઓ તેમનાં બાળકોના આરટીઇ પ્રવેશ બાબતે રજૂ કરવાના થતા પુરાવા રજૂ કરી શકિયા ન હોવાનું જણાયું છે. આગામી બે દિવસમાં જા વાલીઓ પૂરતા પુરાવા રજૂ કરવામાં અસમર્થ નીવડશે તો જે તે બાળકોના પ્રવેશ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY