બોલો..વાહ તસ્કરો પૈસાથી ભરેલું આખેઆખુ એટીએમ જ ઉપાડી ગયા

0
34

અમદાવાદ,તા.૨૫
શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીનું પ્રમાણ દિવસ ને દિવસે વઘી રહ્યું છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોવા છતાંય તસ્કરો બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ આપે છે. તસ્કરોની હિંમત એ હદે વધી ગઇ છે કે હવે તે એટીએમ તોડીને ચોરી નથી કરતા, પરંતુ આખેઆખા એટીએમની ચોરી કરે છે. મોડી રાતે નારોલ-લાંભા રોડ પર આવેલ ઈન્ડિરાનગરમાં તસ્કરોએ લાખો રૂપિયાની રોક્ડથી ભરેલ આખેઆખું એટીએમ ઉઠાવીને લઇ ગયા હતા.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર નારોલ-લાંભા રોડ પરના ઈન્ડિરાનગરમાં કેનેરા બેંકનું એટીએમ આવેલું છે. આજે વહેલી સવારે સ્થાનિક લોકો દ્વારા રૂમમાંથી એટીએમ ગાયબ હોવાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં તેમણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મોડી રાતે બે તસ્કરો એટીએમ લઇને જતા રહ્યા છે.
સિક્્યોરિટી ગાર્ડ વગરના એટીએમમાં તસ્કરો ઘૂસ્યા હતા, તસ્કરોએ પહેલાં એટીએમ રૂમમાં જઇને સીસીટીવી કેમેરા પર સ્પે મારી દીધું હતું, જેથી કોઇ તસ્કરોનો ચહેરો સીસીટીવી કેમેરામાં કેદ ના થાય. ત્યારબાદ ડીવીઆર મશીન પણ તોડી નાખ્યું હતું અને પછી રૂપિયાથી ભરેલું એટીએમ લઇને નાસી ગયા હતા.
નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. જાદવે જણાવ્યું છે કે એટીએમ ચોરી થવાની ઘટના અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં બની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY