સુરત, તા.૨૪
સને ૨૦૨૦ સુધીમાં મીઝલ્સ નાબુદી અને રૂબેલા નિયંત્રણ ધ્યેયના ભાગરૂપે તા.૧૬-૭-૨૦૧૮ થી તા.૨-૯-૨૦૧૮ દરમ્યાન હાથ ધરવામાં આવેલ છે. જેનાં પ્રથમ તેત્રીસ દિવસમાં શહેરની કુલ ૧૫૪૪ પ્રતિષ્ઠિત ખાનગી તથા સરકારી શાળાઅોમાં તાલીમબધ્ધ મેડીકલ અોફિસરની નિગરાની હેઠળ રસીકરણની કામગીરી હાથ ધરી કુલ ૧૦૧૦૫ સેશનમાં ૮,૭૩,૧૯૫ બાળકોને આ મીઝલ્સ રૂબેલાની રસી આપી સુરક્ષિત કરવામાં આવેલ છે. આમ, કુલ આઠ લાખ તોતેર હજારથી વધુ બાળકોને આ તેત્રીસ દિવસ દરમ્યાન રસી આપ્યા બાદ કોઈપણ બાળકને આડ અસર થયેલ નથી. જેથી આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. વધુમાં ૧૫૪૪ પ્રતિષ્ઠિત ખાનગી તથા સરકારી શાળાઅો પૈકી કુલ ૪૨૮ શાળામાં લક્ષ્યાંકિત બાળકોની સરખામણીમાં ૯૦ ટકાથી ઉપર કામગીરી કરવામાં આવી છે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


