ગાંધીનગર,તા.૧૬
આમ તો કહેવત છે કે ગુજરાતીઓ બોલકા હોય છે, ગુજરાતી હોવાથી રાજકારણીઓ તો આખા બોલા હોવાના જ ને! ચૂંટણી નજીક હોય અને નેતાઓના બેફામ નિવેદનો સ્વીકારી પણ લેવાય, પરંતુ ટાણા ટક વગર બોલતા નેતાઓને શું કહવું ? અત્યારસુધી તો વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં જાણીતા ભાજપના બે પીઢ નેતા પરેશ રાવલ અને પુરષોતમ રૂપાલાએ આડકતરી રીતે પોતાના જ કાર્યકરો અને સ્થાનિક નેતાઓનો ઉધળો લઇ લીધો.
પરેશ રાવલના આંતરિક ચાબખાના સમાચાર સરખી રીતે ભાજપ કાર્યકર્તાઓ સુધી પહોંચ્યા પણ નહતા ત્યાં ભાજપના વધુ એક નેતાએ સ્નેહમિલનમાં બઘડાછટી બોલાવી દીધી. અમરેલીમાં એક કાર્યક્રમ દરમિયાન બોલકા રૂપાલાજીએ ચોખ્ખુ કહી દીધું કે ભાજપમાં જ આતંરિક વિખવાદ છે, રૂપાલાએ પોતાના શબ્દોમાં કહ્યું કે અમરેલી જિલ્લાની તમામ ૫ વિધાનસભા બેઠક પર ભાજપની હારનું કારણ આંતરિક વિખવાદ છે, આ અંદરોઅંદરની લગામારીના કારણે થઇ હાર. રૂપાલાએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપ કાર્યકરોને એકબીજાના મોઢા જાવા નોતા ગમતા. આ વિખવાદથી કોંગ્રેસ ફાવી ગઇ અને કોંગ્રેસના નેતા માટી પગા અને પોણીયા છે.
આખા બોલા રૂપાલા અધુરામાં પૂરું ચોખ્ખુ કહી દીધું કે કામ કરવાથી મત નથી મળતાં, વર્ષ ૧૯૮૫નો પાક વીમો મેં ૨૦૦૧માં અપાવ્યો છતા મને મત ન મળ્યા. અને હું ૨૦૦૨માં હારી ગયો. ઉખ્ખેનીય છે કે ૨૦૦૨માં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે રૂપાલાની હાર થઇ હતી. સ્નેહમિલનમાં રૂપાલાના આવા નિવેદનોથી કાર્યક્રમમાં હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. જા કે કાર્યક્રમ પછી રૂપાલાના આવા નિવેદનો સાંભાળી ગુજરાત ભાજપના ટોચના નેતાઓ પણ મોટામાં આંગળી તો નાખી જ ગયા હશે !
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


