વડોદરા,તા.૧૬
ચોરીની મારૂતી વેગનનાર તેમજ સાધનો સાથે ગુજરાતમાં ફોર વ્હીલ ગાડીઓની ચોરી કરવા માટે આવેલ આંતરરાજય વાહન ચોરી કરતી ગેંગના બે સાગરીતોને શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. કાર ચોરોએ અત્યાર સુધીમાં કયા કયા રાજ્યોમાંથી કારની ચોરીઓ કરી છે. તે અંગે પોલીસે તેઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
વડોદરા શહેરમા ફોરવ્હીલ વાહનોની ચોરીના બનતા ગુના અટકાવવા અને આ ફોરવ્હીલ વાહનોની ચોરી કરનાર ઇસમોને શોધી કાઢી ફોરવ્હીલ વાહનોની ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવાની પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને સુચના આપી હતી. જે સુચના અનુસાર ક્રાઇમ બ્રાંચની ટીમે માહીતી આધારે ડભોઇ રોડ યમુનામીલ ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમા એક ફોરવ્હીલ કાર મારુતી વેગનાર લઇને પસાર થઇ રહેલા બે વ્યક્તિઓને રોક્યા હતા. શંકાસ્પદ કાર લઇને જઇ રહેલા અરવિંદ ઉર્ફે આદીત્ય અશોક દુબે (ઉ.વ.૨૫) રહે. ગામ. સાહબગંજ તા. લાલગંજ જી. પ્રતાપગઢ ઉતરપ્રદેશ) અને મોહમદનઇમ મોહમદસલીમ કુરેશી (ઉ.વ.૨૮) રહે. ગામ છેમરસરીયા તા. લાલગંજ જી. પ્રતાપગઢ યુ.પી.) પાસે પોલીસે જરૂરી કારના દસ્તાવેજા માંગતા તેઓ આપી શક્્યા ન હતા.
આ ઉપરાંત તેઓની કારમાં તપાસ કરતા કારમાંથી ત્રણ મોબાઇલ ફોન તેમજ કારમાંથી ફોરવ્હીલ ગાડી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો, જુદી જુદી ચાવીઓ નંગ-૨૧, ડ્રીલમશીન, કાનસ, એસીએમ, ડીસમીસ, મોટી સાણસી, એલ.એન.કી સાધનો મળી આવ્યા હતા. આથી પોલીસને આ કાર ચોરીની અને ઝડપાયેલા બંને વ્યક્તિઓ કાર ચોરીઓ કરતા હોવાનું જણાઇ આવતા તેઓની ધરપકડ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



