ગત વર્ષે જે ગોટાળા થયા તે આ વખતે નહિ થાય : રૂપાણી

0
16

અમદાવાદ,તા.૧૮
રાજ્યના મુખ્ય પ્રધાને વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદવામાં આવી રહી છે. ગત્ત વર્ષે જે ગોટાળો થયો હતો તે આ વખતે ન થાય તે માટે સરકારે પુરવઠા વિભાગને જવાબદારી સોંપી છે. મગફળી ખરીદીમાં પારદર્શકતા આવે તે માટે વીડિયો રેકોર્ડિગ પણ કરાવવામાં આવશે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ નાફેડના અધિકારીઓને મગફળી ખરીદીમાં સહયોગ આપવાની પણ અપીલ કરી હતી.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મગફળી મામલે આપેલા નિવેદન બાદ કોંગ્રેસના નિશાને ભાજપ સરકાર આવી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતે સ્વિકારી છે. ભાજપના રાજમાં મગફળીના ગોડાઉનમાં આગ લગાવવામાં આવી અને ૨૦ કરોડની મગફળીને ઓળા બનાવી દેવામાં આવ્યા. આજે રાજ્યની જનતા સરકાર પાસે જવાબ માગી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY