કાર્ડમાં મોદીનો ફોટો છાપીને લખ્યું કે મોદીને મત આપો એ જ અમારી ગિફ્ટ

0
51

લગ્ન કરે છે કે પ્રચાર
બેંગ્લુરુ,તા.૧૮
ચૂંટણી હવે એકદમ નજીક આવી રહી છે એવામાં એક અલગ જ પ્રકારનાં સમાચાર આવી રહ્યા છે. લગ્ન કાર્ડને વિશિષ્ટ અને અલગ બનાવવા માટે જાડાઓ ઘણા પ્રયાસો કરતા હોય છે. કર્ણાટકના દરિયાકાંઠાનાં એક શહેરમાં રહેનારા એક જાડીએ પોતાના લગ્ન કાર્ડને અલગ બનાવવાની ખુશીમાં ભાજપ અને પી.એમ. મોદીના નામની સહાય લીધી. આ જાડીએ ભાજપ સરકાર દ્વારા આવતી સુવિધાઓ કાર્ડ પર લખી અને સાથે સાથે પી.એમ. નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી છે.
૩૬ વર્ષનાં પ્રવિણ સોમોશ્વર આગામી ૩૧ ડિસેમ્બરે હેમલતા સાથે લગન કરવા જઈ રહ્યાં છે. તેમણે પોતાના લગ્ન કાર્ડને એક વિશિષ્ટ શૈલીમાં ડિઝાઇન કર્યું છે અને તેના પર પી.એમ. મોદીનો ફોટો પણ છાપ્યો છે. કાર્ડ પર ગિફ્ટની માંગ કરવાને બદલે એમ લખ્યું છે કે તમે પી.એમ. મોદીને મત આપો એ જ અમારી ગિફ્ટ છે. પ્રાપ્ય માહિતી અનુસાર પ્રવીણ કુવૈતમાં કામ કરે છે, જ્યાંથી ફોન પર તેઓએ કહ્યું કે વડા પ્રધાનના કામ માટે હું એને સલામ કરૂ છું અને તેમની પ્રશંસા માટે આ એક નાનું પગલું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY