ગાંધીનગર,તા.૩૧
ઇન્ડોનેશિયાના જાકાર્તામાં ચાલી રહેલી એશિયાન રમતોત્સવમાં ગુજરાતની આદિવાસી દિકરી સરિતા ગાયકવાડે ૪-૪૦૦ મીટરની દોડમાં ગોલ્ડમેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાયું તેના માનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમને એક કરોડ રોકડા ઇનામ તરીકે આપવાની જાહેરાત કરી છે. પરંતુ સરકારની રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની વેબસાઇટ પર મૂકાયેલી માહિતી સાચી હોય તો સરિતા ૧ કરોડ નહીં પણ ૨ કરોડની હક્કદાર ખેલાડી છે. કેમ કે વેબસાઇટ પર જણાવાયું છે કે એશિયાન રમતમાં ગોલ્ડ મેડલ જીતનારને ૨ કરોડ મળશે. શું મુખ્યમંત્રીને તેની જાણ ના કરાઇ? શું અધિકારીઓએ મુખ્યમંત્રીને જાણીજાઇને અંધારામાં રાખ્યા? કે પછી રૂપાણી સરકારનું ભોપાળું છે?
ગુજરાત સરકારે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા વેબસાઇટ પર કયા રમતોત્સવમાં કયો મેડલ જીતવાથી સરકાર કેટલું ઇનામ આપશે તેની જાણકારી અને રકમ પણ લખી છે. જેમાં એશિયાન રમતોમાં ગોલ્ડ
મેડલ મળે તો ૨ કરોડ, કોમનવેલ્થમાં જીતે તો ૧ કરોડ મળે અને ઓલ્મિપિકમાં ગોલ્ડમેડલ જીતે તો ૫ કરોડ આપવાની જાહેરાત પોલીસી પ્રમાણે કરેલી જ છે ત્યારે જા સીએમઓ દ્વારા કે અધિકારીઓએ આ વેબસાઇટ જાઇને મુખ્યમંત્રીને જાણ કરી હોત તો તેને ૨ કરોડ મળી શક્્યા હોત. સીએમઓ દ્વારા એમ કહેવાયું છે કે કુલ રોકડ રકમ ૧ કરોડ જ છે. રમતગમત વિભાગ અન્ય કોઇ પ્રોત્સાહન આપે તો અલગ. આમ આદિવાસી યુવતી સરિતાને ગોલ્ડ મેડલ માટે રોકડ ઇનામ આપવામાં પણ રૂપાણી સરકાર ગોટે ચઢી ગઇ છે. વેબસાઇટમાં ૨ કરોડ, રૂપાણી દ્વારા ૧ કરોડ તો ખરેખર સરકારની રોકડ રકમના ઇનામની પોલીસી શું છે તે સ્પષ્ટ થવુ જાઇએ એમ સ્પોર્ટ સાથે જાડાયેલા વર્તુળો માની રહ્યાં છે. વેબસાઇટમાં જે રકમ મૂકવામાં આવી છે તે જે તે વખતે સરકારે ચર્ચા કરીને નક્કી કરી હશે. હવે જ્યારે ગોલ્ડ મેડલ મળ્યો છે ત્યારે આદિવાસી દિકરીને અન્યાય ના થાય અને ૧ કરોડ નહીં પણ ૨ કરોડ મળે તેવો સુધારો રૂપાણી સરકારે કરવો જાઇએ. નહીંતર એમ થશે કે ગોલ્ડમેડલમાં પણ આધિવાસી દિકરી સાથે ઘોર અન્યાય થયો કહેવાશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



