ભારત વિભિન્નાના સમુહના એક એવા દેશ તરીકે છે જે અન્યત્ર દુર્લભ અને અદ્ધેત છે. દેશમાં જે તહેવાર અને પર્વ મનાવવામાં આવે છે તે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક હોય છે. આ તહેવારનુ મહત્વ સમાજ અને રાષ્ટ્રની એકતા-સમૃદ્ધિ, પ્રેમ એકતા, મેળ મિલાપની દ્રષ્ટિથી પણ રહેલુ છે. સાંપ્રદાયિક એકતા પણ આમાં જાવા મળે છે. જાતિય ભેદભાવની ધુમ્મસને આ તહેવાર મિનિટોમાં જ દુર કરી નાંખે છે. આ તહેવાર પોતાના જન્મકાળથી હજુ સુધી તેમની પવિત્રતા અને સાત્વકતાની ભાવનાને સજાવીને રાખવામાં સફળત રહ્યા છે.
યુગ પરિવર્તન અને યુગ પટાક્ષ પણ આ તહેવારો પર કોઇ અસર કરી શકી નથી. જે તેમની મજબુતીને સાબિત કરે છે.આ તહેવાર માનવીય મુલ્યો અને માનવીય આદર્શને સ્થાપિત કરે છે. ભાઇ બહેનના સંબંધને વધુ મજબુત કરનાર રક્ષા બંધનના તહેવારને ભારતમાં એક છેડેથી લઇને બીજા છેડા સુધી પરંપરાતગત રીતે મનાવવામાં આવે છે. આ તહેવાર ધર્મ અને સંબંધની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. ધર્મની દ્રષ્ટિએ જાવામાં આવે તો ગુરૂ શિષ્યના પરસ્પર નિયમો અને સિદ્ધાંતો પર આધારિત રહે છે. સંબંધની દ્રષ્ટિએ જાવામાં આવે તો ભાઇ બહેનના પરસ્પર સંબંધોની ઘેરાઇને પ્રગટ કરે છે. આ એક દિવ્ય તહેવાર છે. ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જાવામાં આવે તો આની શરૂઆત મધ્યકાલીન ભારતીય ઇતિહાસના મોગળકાળથી માનવામાં આવે છે. ગુજરાતના શાસક બહાદુરશાહે ચિત્તોડ પર આક્રમક કરી દીધુ હતુ. ત્યારે રક્ષા માટે કોઇ માર્ગ ન મળતા મહારાણી કર્મવતી ખુદે પોતાના પર આવેલી આફતથી આત્મરક્ષાની વાત કરીને બાદશાહ હુમાયુને ભાઇ માનીને તેમની પાસે રક્ષા સુત્ર મોકલે છે.
બાદશાહ હુમાયુ પણ આનાથી ભારે પ્રભાવિત થયા હતા. આ પ્રેમભરેલા રક્ષા સુત્રને સ્વીકારીને તેઓ પોતે ચિત્તોડની સુરક્ષાના વચન સાથે તે મોટી સેના લઇને બહેન કર્ણાવતી પાસે પહોંચી જાય છે. આ ઉપરાંત ગ્રીક નરેશ સિકંદરની પÂત્નએ પોતાના પતિની સુરક્ષા માટે તેમના નજીકના દુશ્મન પુરુરાજને રાખડી બાંધી હતી. જેના કારણે પુરુરાજે સિકંદરને અભય દાન આપ્યુ હતુ. રક્ષા બંધનના પર્વને લઇને અન્ય અનેક પ્રાચીન કથા પણ જાડાયેલી છે. રક્ષા બંધન તહેવાર દરેક ભારતીય પરિવારમાં ખુશી લઇને આવે છે. આ દિવસે પરંપરાગત પકવાન બનાવવામા ંઆવે છે. બહેનો ભાઇને તિલક લગાવે છે. જમણા હાથમાં રાખી બાંધે છે. ભાઇને મિઠાઇ ખવડાવે છે. ભાઇ પણ બહેનને કોઇ ખાસ ભેંટ આપે છે. જુદા જુદા રાજ્યોમાં આને જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. મહારાષ્ટ્માં રક્ષા બંધનને નારયળી પુર્ણિમા તરીકે પણ મનાવવામા આવે છે. જળ દેવતા વરૂણને પ્રસન્ન કરવા માટે દરિયાને નારિયળ અર્પિત કરવામાં આવે છે. વરૂણ દેવ પુજાના મુખ્ય દેવતા તરીકે રહેલા છે., આ તહેવારને દક્ષિણ ભારતમાં અવનિ અવિતમ તરીકે મનાવવામા ંઆવે છે. આ દિવસો ખાસ પુજા કરવામાં આવે છે.
રક્ષા બંધન તહેવાર ભારતની સાથે સાથે નેપાળમાં પણ મનાવવામાં આવે છે. પ્રાચીન સમયથી તેની સાથે અનેક વાર્તા પણ જાડાયેલી છે. જેમાં ઇન્દ્રદેવ મહારાજા બાલી અને માતા લક્ષ્મી સંતોષી માતા, કૃષ્ણ અને દૌપતિ અને યમુના અને યામાની વાર્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કર્ણાવર્તી અને હુમાયુની વાર્તા પણ તેમની સાથે જાડાયેલી છે. આ તહેવાર સાબિત કરે છે કે ભારત અનેક વિવિધતા સાથે જાડાયેલ છે. રક્ષાના હેતુથી બહેન ભાઇના હાથમાં રાબડી બાંધે છે અને આના બદલે ભાઇ બહેનની સુરક્ષા માટેની જવાબદારી લે છે. ભગવાન કૃષ્ણ પણ જ્યારે દ્રૌપતિના ચિર હરણનો બનાવ બની રહ્યો હતો ત્યારે પહોંચી ગયા હતા. ભગવાન કૃષ્ણે દ્રૌપતિની લાજ રાખી હતી. આધુનિક સમયમાં રક્ષા બંધન ઉજવવા માટેની રીત અને તૌર તરીકા બદલાઇ ગયા છે પરંતુ તહેવારની મુળ ભાવના અકબંધ રહી છે. ભાઇ બહેનના સંબંધ આજે પણ એટલા જ મજબુત અને પવિત્ર રહ્યા છે. ર૭ા બંધનનો અર્થ જ જાડાયેલ છે. રક્ષા બંધનના તહેવારનો ઇતિહાસ યુગોનો રહ્યો છે પરંતુ તેનુ મહત્વ હજુ અકબંધ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


