સાગર,તા.૪
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં શુક્રવારે રાત્રે એક પ્રાઈવેટ વિમાનને ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના નડી હતી. ટ્રેઇની વિમાન રન વે નજીક ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેઈની પાયલટ પીયૂષ સિંહ (૨૮) અને ટ્રેનર અશોક મકવાણા (૫૮) બંનેના મોત નિપજ્યા છે. મૃત્યુ પામનાર ટ્રેઈની અને ટ્રેનર બંને મુંબઈના રહેવાસી હતા.
જિલ્લા પોલીસ સુપ્રીટેન્ડેન્ટ અમિત સાંધીએ જણાવ્યું કે ‘ચાઈમ્સ એકેડમી’નું વિમાન ઢાના રનવે પર ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યું પરંતુ ધુમ્મસના કારણે તેમને રનવે સ્પષ્ટ નહીં દેખાતા રનવે પાસેના ખેતરમાં વિમાન ક્રેશ થઈ ગયું હતું. ચાઈમ્સ એકેડમીના સ્થાનિત પ્રશાસક રાહુલ શર્માએ આ દુર્ઘટનાની પુષ્ટી કરી છે.
આ વિમાન દુર્ધટના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, પ્રદેશના સાગરની ઢાનામાં વિમાન દુર્ઘટનામાં બે પાયલટના મોતના દુઃખદ સમાચાર મળ્યા. પરિવાર પ્રત્યે શોક અને સંવેદના. ઈશ્વર તેમને શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




