બુટલેગર ફરાર,નેત્રંગ નો અંકિત નરેન્દ્ર્ માલી કારમાં મહારાષ્ટ્રથી દારૂ ભરી લાવતો હતો, પોલીસે કાર સાથે 4.86 લાખ નો મુદ્દામાલ ઝડપ્યો
રાજપીપળા: મહારાષ્ટ્ર થી દારૂ લાવી નર્મદા જિલ્લા માંથી પસાર થઈ નેત્રંગ લઇ જતા બુટલેગર ની બાતમી નર્મદા પોલિસ ને મળતા જીલ્લા પોલિસ વડા મહેંદ્ર બગડીયાની સુચાના થી સાગબારા પોલિસે ચેકિંગ કરતા પોલિસે એક લક્ઝરીયસ કારમા ગેરકાયદેસર રીતે વિદેશિ દારુ ભરી લઈ જતા મુદ્દામાલ ઝડપી પાડ્યો જેમા પોલિસ ને જોઇ બુટલેગર ફરાર થઈ ગયો હતો.
ભરુચ જિલ્લાના નેત્રંગ ગામનો અંકિત નરેન્દ્ર માલી પોતાની લક્ઝ્યુરિયસ કારમાં મહારાષ્ટ્રથી વિદેશી દારૂ ભરી લાવતો હતો, અને નેત્રંગ મા વેચવા ના ઇરાદે લઈ જતો હતો આ ગેરકાયદેસર પ્રવ્રુતિની જાણ પોલિસને થતા ડીવાયએસપી રાજેશ પરમાર, સીપીઆઇ કે.એ.મકવાણા, પોસઈ વાય.એસ.શિરસાઠ સહિત પોલીસ ટીમે ચેકીંગ કરતા પોલીસે સેવરોલેટ ગાડીમા બેઠેલ અંકીત માલી ભાગવા જતા ગાડી ખાડામા ઉતરી ગઈ એટલે અંકિત માલી ગાડી મુકી ભાગી ગયો પોલિસે ગાડી ચેકીગ કરતા વિવિધ બ્રાંડોનો વિદેશી દારૂ અંદાજીત 1,36,3૦૦ નો મુદ્દા માલ ઝડપાયો હતો ગાડી સાથે 4, 86,3૦૦ રુપીયા નો કુલ મુદ્દામાલ ઝડપી પાડી આ બુટલેગર સામે ગુનો નોધી કાર્યવાહી કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



