સગરામપુરામાં આધેડ મહિલાના ગળામાંથી અછોડો તોડી લેવાયો

0
32

વૉલસીટીની સાંડી શેરીઅોમાં અછોડા તોડો પહોîચી ગયા
સુરત, તા. ૧૩
સગરામપુરા રેસીડેન્સી ગેટની બહારથી પસાર થઈ રહેલી એક ગૃહિણીના સાસુના ગળામાંથી રૂ.૪૫ હજારની મતાની સોનાની ચેનની લૂંટ ચલાવી મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ અઠવા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંદેર તાડવાડી ધનલક્ષ્મી રો હાઉસ ખાતે છાયાબેન ચેતનભાઈ મહેતા રહે છે. તેઅો ગૃહિણી છે. ગતરોજ બપોરના સુમારે છાયાબેન અને તેમના સાસુ રેખાબેન મહેતા સગરામપુરા કલ્પ રેસીડેન્સીની બહારથી પસાર થતા હતા. ત્યારે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ તેમના ગળામાં પહેરેલી બે તોલાની સોનાની ચેનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પુત્ર વધુ છાયાબેન મહેતાએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળ પાછળની દુકાનો તથા અોફિસોના સીસીટીવી કેમેરાના ફુટેજ એકત્ર કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY