ભોપાલ,તા.૨૧
મધ્યપ્રદેશમાં આ વખતે વિધાનસભા ચૂંટણી ખૂબ જ રોમાંચક થવાની છે. ભોપાલનું સટ્ટાબજાર ૩ સપ્તાહ પહેલાં સુધી ભાજપ માટે તક બતાવી રહ્યું હતું પરંતુ હવે અચાનક ત્યાં કાંગ્રેસની સંભાવના તેજ થઇ ગઇ છે. બુકીઝના મતે એક મહિના પહેલાં સુધી જા કોઇ વ્યકિત ભાજપ પર ૧૦ હજારની શરત લગાવતું હતું તો તેને પાર્ટીની સત્તામાં પાછા ફરવા પર ૧૧ હજાર રૂપિયા મળવાના હતા જ્યારે કોઇ શખ્સે કાંગ્રેસ માટે ૪૪૦૦ રૂપિયાનો દાવ ખેલ્યો છે તો તેને વિપક્ષની જીત પર ૧૦ હજાર રૂપિયા મળવાના હતા.
બુકીઝનું કહેવું છે કે આ સપ્તાહથી હવે આ સીટોની સંખ્યા પર શરતો લગાવી રહ્યા નથી પરંતુ કંઇ સરકાર બનશે તેના પર છે. એક બુકીએ કહ્યું કે અમે એ નથી કહેવા માંગતા કે કંઇ પાર્ટી સરકાર બનાવશે. દાવ ખૂલ્યા છે. આ ચૂંટણીની સીઝનમાં સટ્ટા બજાર સારું ચાલી રહ્યું છે કારણ કે આ વખતે મુકાબલો ખૂબ જ નજીક મનાય છે. બુકીઝનું કહેવું છે કે સટ્ટા ટ્રેન્ડ ભલે વાસ્તવિક પરિણામથી અલગ હોય પરંતુ માર્કેટમાં કાંગ્રેસ માટે ૧૧૬થી વધુ સીટો અને ભાજપ માટે ૧૦૨ કે તેનાથી વધુ સીટોનો દાવ લગાવી રહ્યાં છે.
જા કોઇનો દાવ ભાજપ કે કાંગ્રેસમાંથી કોઇ એક પર સાચો પડી ગયો તો તેમના પૈસા ડબલ થઇ જશે. બુકીએ આગળ એમ પણ કહ્યું કે આ ટ્રેન્ડ આવનારા થોડાંક દિવસોમાં બદલાય પણ શકે છે કારણ કે ચૂંટણી પ્રચાર હાલ ખૂબ જ તેજ ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં દરેક ચૂંટણીમાં કરોડો રૂપિયાનો દાવ લાગે છે. દાવ માત્ર ફોન પર જ નહીં પરંતુ વેબસાઇટ અને એપ્સ પર પણ લગાવાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



