અસ્થિક મગજની પુત્રીએ માતાને ધોકા મારી મોતને ઘાટ ઉતારી

0
8

સલાયા,તા.૯
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે રહેતી એક મહિલાને તેની જ પુત્રીએ મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે આરોપી પુત્રી સામે જનેતાની હત્યા નિપજાવવા બદલ ધરપકડ કરી છે. એક માત્ર પુત્રી સાથે એકલી રહેતી જનેતાની તેની જ માનસિક અસ્થિર પુત્રીએ આ વરદાતને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. જાકે સાચું કારણ પોલીસની સંપૂર્ણ તપાસ બાદ જ સામે આવશે.
ખંભાળીયા નજીક આવેલા સલાયા બંદરે આજે સમી સાંજે ગંભીર વરદાત સામે આવી હતી. જેમાં નગરપાલિકા પાછળ રહેતા અમીનાબેન જુસબભાઈ સમા ઉવ ૫૦ નામની મહિલાનો તેના જ ઘરમાંથી લોહી નીતરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતાં સ્થાનિક પોલીસ દફ્તરના પીએસઆઈ એમ એફ ગગનીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહિલાની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેની જ પુખ્ત અને અપરણિત પુત્રી નજમાં ઉર્ફ નાઝીરાએ જ નિપજાવી હોવાનું સામે આવ્યુ હતું.
પીએસઆઈ ગગનીયાના જણાવ્યા અનુસાર પ્રૌઢ મહિલાને તેના પતિ જુસબ સાથે અગાઉથી જ તલાક થઈ ગયા છે, માતા પુત્રી એકસાથે જ રહી જીવન ગુજારતી હતી. જેમાં આરોપી પુત્રી માનસિક અસ્થિર હોવાથી અવારનવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ પુત્રી નજમાએ લાકડાના ધોકાથી મોઢા અને માથા-કપાળના ભાગે પ્રહાર કરી માતાનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે પુત્રી નજમાં સામે આઈપીસી કલમ ૩૦૨ મુજબ ફરિયાદ નોંધી વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY