અમદાવાદ,તા.૯
અમદાવાદ નજીક બાવળા ચાંગોદર રોડ ઉપર આવેલી એક કંપનીમાં ત્રણ મજૂરોના ગૂંગળામણના કારમે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જાકે, રવિવારનો દિવસ હોવાના કારણે નિયમિત રૂપથી ટાંકી સાફ કરવાની માટે કામદારો ટાંકીમાં ઉતર્યા હતા. આમ ટાંકીમાં થોડો ગેસ બાકી હોવાના કારણે ત્રણ મજૂરોનો શ્વાસ રૂંધાયો હતો. જેના પગલે તેમના મોત નીપજ્યા હતા. આ ઉપરાંસ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ નજીક બાવળા ચાંગોદર રોડ ઉપર લેક્ટોન કંપની આવેલી છે. આજે રવિવારનો દિવસ હોવાના કારણે કંપનીમાં રૂટિન સાફસફાઇ હાથધરવામાં આવી હતી. જેના પગલે ગેસની ટાંકીને સાફ કરવાની કામગીરી હાથધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગેસની ટાંકી સાફ કરવા માટે ૮થી ૧૦ મજૂરો ટાંકીમાં ઉતર્યા હતા.
જાકે, ટાંકીમાં થોડો ગેસ બાકી રહ્યો હોવાથી મજૂરોને શ્વાસ લેવામાં તકલિફ પડી હતી. આમ ગૂંગળામણના કારણે ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા. તો બીજી મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાંજ પોલીસ અને ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કામગીરી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




