ભારત સરકારે ભ્રષ્ટચાર અને કાળું ધન બહાર લાવવા નોટ બંધી રાતોરાત કરી ત્યારે પણ વિરોધ હતો જ પણ સરકાર ની મક્કમતા રંગ લાવી એજ રીતે અંકલેશ્વર-પાનોલી ના પ્રમાણિક કેમિકલ ઉદ્યોગો ને જો ખરેખર ન્યાય અપાવવો હોય તો પહેલા AIA-PIA ના કેમિકલ ઉદ્યોગો ને FETP ના નિયમ મુજબ ચલાવવા NCT ના સંચાલન ની જવાબદારી AIA-PIA કેમિકલ પ્લાન્ટ ધારકો માંથી તજજ્ઞ ને, સરકાર ના ,જીપીસીબી ના અને ની હોદ્દા ની રૂએ જવાબદાર કલેકટર ને મેનેજમેન્ટ ના સુપરવિઝન માં રાખવા જરૂરી થઈ પડે છે.વાત રહી GIDC ના બ્યુટીફીકેશન ની તો દવા ખાવ તોજ સાજા થવાય પછી ભલે તે નોટબંધી જેવી કડવી હોય એટલે કે ભૂતિયા કનેકશન શોધવા સરકાર અને કોર્ટ નો ઓર્ડર હોય તો પ્રમાણિક કેમિકલ-એન્જીનિયરીગ ઉદ્યોગો ને વાંધો ન હોય અને એજ અનિવાર્ય છે માટે જો સરકાર કે કોર્ટ ને આમ કરતા રોકવી એટલે આપડા ઇરાદાઓ બિનવ્યવહારુ ફ્લિત કરવા અને પ્રજા કે પ્રજાના પ્રતિનિધિ સમસ્યા નો ઉકેલ લાવી શકે પણ કોર્ટ ના હુકમ નો અનાદર તો ન જ કરી,કરાવી શકે.
મૂળ વાત જો ભૂતિયા કનેકશન હોયજ નહિ તો તપાસ સામે વાંધો કેમ? અને હા જીઆઇડીસી માં વેસ્ટ કેમિકલ બહાર થી આવતું હોય તો તમામ ઉદ્યોગોએ એકજ અવાજે આ પ્રક્રિયા પુરજોશ માં યુદ્ધ ના ધોરણે પુરી કરવા તત્પરતા દાખવવી જોઈએ અને જ્યારે કરોડો નું અનુદાન કરતી GIDC ના ઉદ્યોગોએ તો આ પર્યાવરણ ને બચાવવા ના
યજ્ઞ ને સીએસઆર માં આવરી બ્યુટીફીકેશન માટે ફરી નાણાં ની આહુતિ આપી પર્યાવરણ બચાવવા ભૂતિયા કનેકશન સંપૂર્ણ GIDC ના ખુણેખૂણે થી શોધી કાઢવા જોઈએ અને કામગીરી પુરી કરી FETP ના નિયમ પાલન માટે NCT નો વહીવટ કોર્ટ રહે પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઈ ને સાથે લઈ સાંભળીએવો જોઈએ તોજ પર્યાવરણ ની જાગૃતિ નો દાખલો સમાજ માં બેસશે અન્ય થા કામગીરી રોકવી એટલે “ચોર કી દાઢી મેં તીનકા”જેવી વાત છે ને પ્રજા પણ એ સુપેરે સમજે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





