સલમાનની કોરિયોગ્રાફર પર લાગ્યો સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ

0
18

મુંબઈ,તા.૧૯
બોલીવુડમાં સલમાન ખાન જેવા સુપરસ્ટારને કોરિયોગ્રાફ કરી ચુકેલી એક કોરિયોગ્રાફર પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો છે. આ મહિલા ડાંસરની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ મહિલાએ મોટા-મોટા સ્ટાર્સને ડાન્સ શિખવાડ્યો હોવાનો દાવો કર્યો છે. મહિલાનું નામ છે એગ્નેસ હેમિલ્ટન.
૫૬ વર્ષીય આ મહિલાની મુંબઈ પોલીસ પૂછતાછ કરી રહી છે. આ મહિલાએ જણાવ્યું કે, તેણે સુશાંત સિંહ રાજપુતન માટે પણ કોરિયોગ્રાફી કરી છે. સાથે તેણે ડેજી શાહને પણ કોરિયોગ્રાફી શીખવાડી છે. અગ્નેસનો દાવો છે કે, તે ગણેશ આચાર્ય અને પ્રભૂદેવાને આસિસ્ટ કરી ચુકી છે.
અગ્નેસ મુંબઈમાં ડાન્સ ક્લાસ ચલાવે છે. તેના ડાન્સ ક્લાસમાં કેટલીએ મોટી-મોટી હસ્તીઓના બાળકો અને મોડલ્સ આવે છે. ડાન્સ ક્લાસમાં આવતી છોકરીઓને તે દેહ વ્યાપાર કરવા માટે મજબૂર કરતી હતી. સાથે આ છોકરીઓને કોન્સર્ટના નામે ખાડી અને આફ્રિકી દેશોમાં વેશ્યાવૃત્તિ માટે મોકલતી હતી.
અહીં તેમની સાથે જબરદસ્તી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, પોલીસને આ મહિલા પાસેથી આપત્તિજનક ક્લિુો પણ મળી છે. આ મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે કેન્યા સરકારે એક મોડલને ડિપોર્ટ કરી ભારત મોકલી. મોડલે પોલીસને જણાવ્યું કે, અગ્નેસે તેણે કહ્યું હતું કે, કેન્યામાં એક કોન્સર્ટ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY