ભકતો આંતકવાદીઓ નથી, ૧૫ હજાર પોલિસની જરૂરિયાત શા માટે..? : કેન્દ્રીય મંત્રી

0
8

તિરુવનંથપુરમ,તા.૧૯
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે કેન્દ્રીય મંત્રી કેજે અલ્ફાન્સે સોમવારે સવારે પહોંચ્યા હતા. તેમણે આ અંગે જણાવ્યું હતું કે ઈમરજન્સી કરતા પણ હાલત ખરાબ થઈ ગઈ છે. ભક્તોને આગળ આવવા દેવામાં આવતા નથી. કોઈ પણ કારણ વગર ૧૪૪ની કલમ લગાવવામાં આવી છે. ભક્તો આંતકવાદીઓ નથી, તો પછી તેમને ૧૫,૦૦૦ પોલિસ કર્મચારીઓની જરૂરિયાત શું છે ?
ગત રાતે આ મામલાનો વિરોધ કરી રહેલા લોકોની ધરપકડ કરવામાં આવતા હાલત વધુ બગડી છે. ઘણાં પોલીસ સ્ટેશનો અને સરકારી ઓફિસોની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રાજયના તિરુંવનંતપુરમ, આલપ્પુષા, અનાર્કુલમ, પત્તનમત્તિટ્ટા અને કોજીકોડા જિલ્લામાં પ્રદર્શનકારીઓએ અડધી રાતે પ્રાર્થના સભાઓ કરી હતી.
અગાઉ પોલિસે રવિવારે સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પા મંદિરની પાસે ભક્તોને ગીત “અયપ્પા શરણમ’ ભજન પર ધરપકડ કરી હતી. ભકતોએ તેમના ધાર્મિક અધિકારો પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પર સવાલો ઉઠાવ્યા છે.
મિડિયા રિપોર્ટસમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સબરીમાલ કર્મ સમિતિ, સરકાર વિરુદ્ધ આંદોલન તેજ કરવાની તૈયારીમાં છે. સમિતિનો આરોપ છે કે સુપ્રીમ કોર્ટે તમામ ઉંમરની મહિલાને મંદિરમાં પ્રવેશની પરવાનગી આપીને તેમના રીત-રિવાજા અને પરંપરાઓને નષ્ટ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY