રાજકુમારીનો પતિ શિપિંગ કંપનીમાં કામ કરે છે જાપાનની રાજકુમારીએ શાહી પરિવારનો ત્યાગ કર્યો, સામાન્ય નાગરિક સાથે કર્યા લગ્ન

0
16

ટોક્યો,તા.૨૯
જાપાનની રાજકુમારીએ તેના પ્રેમ માટે રાજ પરિવારનો ત્યાગ કર્યો છે. રાજકુમારી અકાયો તોક્્યોએ એક મંદિરમાં આયોજીત અત્યંત સાદા કાર્યક્રમાં એક સામાન્ય નાગરિક સાથે લગ્ન કર્યા છે. ૨૮ વર્ષની રાજકુમારી શાહી પરિવારના અયાકો સમ્રાટના દૂરના ભાઇની પુત્રી છે. રાજકુમારી તોક્્યોએ જે વ્યકિત સાથે લગ્ન કર્યા છે તેનું નામં મોરિયા છે અને તે એક શિપિંગ કંપનીમાં કામ કરે છે.
સોમવારે સવારે આ યુગલના ફોટા વાયરલ થયા હતા, જેમાં તેઓ મંદિરમાં આયોજીત કાર્યક્રમાં જતા દેખાઇ રહ્યા હતા. લગ્ન બાદ બન્નેએ મીડિયા સાથે વાત પણ કરી હતી. નોંધનીય છે કે, શાહી પરિવારથી બહાર લગ્ન કરનાર મહિલાને શાહી પરિવારનો હંમેશા માટે ત્યાગ કરવું પડે છે.
જાકે એક એવી અટકળો છે કે, શાહી દરજ્જામાંથી બહાર થઇ ગયા બાદ પણ જાપાન સરકારની તરફથી રાજકુમારીને ખર્ચ માટે મોટી રકમ આપવામાં આવે છે. જા ભારતીય રૂપિયામાં તેની ગણતરી કરવામાં આવે તો લગભગ ૭ કરોડ રૂપિયાની રકમ ખર્ચ રૂપે આપવામાં આવે છે. રાજકુમારીના પિતાનું વર્ષ ૨૦૦૨માં અવસાન થયું હતું.
ગત વર્ષે જ રાજકુમારી અને ૩૨ વર્ષીય મોરિયાની મુલાકાત થઇ હતી, ત્યારબાદ બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. રાજકુમારીના માતા અને મોરિયાની માતા એકબીજાના મિત્ર હતા, આ જ કારણ છે કે, બન્નેની મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY