સામખીયારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર તરીકે કામ કરતી ૧૮ જેટલી બહેનો છેલ્લા પાંચ મહિનાથી માનદ વેતન આપવામાં ન આવતા જીલ્લા આરોગ્ય અધિકારી સાથે તહેલકા ન્યુઝ ના સામખીયારી ના પ્રતિનિધિ ધનસુખલાલ ઠકકર સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે પગાર કરવાની જવાબદારી જેતે તાલુકા હેલ્થ ઓફિસરની હોય છે ત્યારે ડોક્ટર પાંડે આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર એ.કે.સિંગ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓ એ સામખયારી મેડિકલ ઓફિસર દ્વારા આશા વર્કર બહેનો ના માનદ વેતન ચુકવણી થશે વેતન ચૂકવવાની જવાબદારી તેઓની છે ડોક્ટર એ. કે. સિંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા ૧૮ જેટલા આશા બહેનો પોતે કરેલી કામગીરીનું છેલ્લા પાંચ મહિનાથી આરોગ્ય ખાતાના જવાબદાર અધિકારીઓ તરફથી ચુકવણું કરવામાં આવેલ નથી ત્યારે માંડ માંડ આવી આશા વર્કર બહેનો પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હોય છે અને આવી આરોગ્યની પાયાની કામગીરી તેઓના શીરે હોય અને તંત્રને અવારનવાર પગાર બાબતે રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા આ નિરાશ આશા બહેનો એ સામખયારી ગ્રામ પંચાયતના સરપંચ ને જણાવેલ સામખયારી ગ્રામ પંચાયતના સતી બેન લાખાભાઈ બાળાએ સામખયારી ગ્રામ પંચાયતના લેટરપેડ પર જિલ્લા આરોગ્ય અધિકારી ને આ અંગે ફરિયાદ પણ કરાઈ આ ફરિયાદ અન્વયે જિલ્લા આરોગ્ય અધિકારી સામખીયારી ગ્રામ પંચાયતના સરપંચ ને તારીખ ૦૩/૦૫/૨૦૧૮ વાળા પત્રથી લેખિત બાંહેધરી આપેલ કે ગત તારીખ ૨૫/૦૪/૨૦૧૮ના રોજ તમામ આશા બહેનો ના પગાર અમોએ તાલુકા હેલ્થ ઓફિસર ના કહેવા મુજબ જમા કરાવેલ છે પરંતુ આજદિન સુધી આ આશા વર્કર બહેનો ને થયેલ નથી તો પછી આશા બહેનોનો પગાર કોના ખાતામાં જમા કરાવાયો..? તે એક યક્ષ પ્રશ્ન છે શું તાલુકા હેલ્થ ઓફિસર કે મેડીકલ ઓફિસર ના બેંક ખાતામાં આ રકમ જમા કરાઈ..? કે પછી જીલ્લા આરોગ્ય અધિકારી ના એકાઉન્ટમાં..? ગ્રામ પંચાયતના સરપંચ લેખિતમાં બેન્ક સ્ટેટમેન્ટ આપેલ છે જે પણ તપાસનો વિષય છે ? આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પાંડે સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ દોષનો ટોપલો તાલુકા આરોગ્ય અધિકારી ઉપર નાખેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. સિંગ નો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ મેડીકલ ઓફિસર હાલે માંડવી ડેપ્યુટેશન પર હોતા તેઓ પરત આવશે ત્યારે જ ચુકવણું તેઓ ની સત્તામાં હોતા થઈ શકશે તેવું આશ્વાસન આપેલ જ્યા દાળજ ના ગળતી હોય તો ફરીયાદ ક્યા કરવી..? સામખયારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આશા બહેનોને પગાર ચૂકવવાનો નિર્ણય આરોગ્ય તંત્ર ના જવાબદાર અધિકારીઓ નહીં કરે તો તમામ બહેનો કામનો બહિષ્કાર કરશે તેમજ પોતાના નાછૂટકે ગાંધીચિંધ્યા માર્ગે જીલ્લા પંચાયત આરોગ્ય તંત્ર સામે પોતાના હક્ક મેળવવા હડતાલ માં ઉતરવાની ચીમકી આપેલ હતી ત્યારે ખરેખર આ ચૂકવણા ની રકમ ક્યાં જમા કરાવાઈ અને આ બહેનોને કેમ માનદ વેતન ચૂકવાયું નથી તે કોકડું ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉકેલવું રહ્યું કેમકે આ આશા વર્કર બહેનોની આ છેલ્લી આશા અધિકારીઓ પર રાખવામાં આવી છે ત્યારે આ કિસસમાં યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધનસુખ ઠકકર-9825747857
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



