ભચાઉ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ઓરી રુબેલા રસીકરણ અભિયાન ની જાગૃતિ માટે યોજાઈ વાલી મીટીંગ

0
81

ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ૧૬ જુલાઈથી શરૂ થનારી અને રુબેલા રસીકરણ અભિયાન ની જનજાગૃતિ અર્થે ગ્રામ્ય વિસ્તારોમાં વાલીઓ પોતાના ૯ માસથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને આ રસી અપાવવા અનુરોધ કરાયો હતો ઓરી એક જીવલેણ બીમારી છે અને બાળકોમાં થતા મૃત્યુ પાછળ ના મોટા કારણોમાંનું એક છે ઓરીને કારણે બાળકોને ન્યુમોનિયા, ઝાડા અને મગજના રોગો ની અસર જલ્દી થઈ જતી હોઈ ગર્ભાવસ્થા દરમિયાન ચેપ લાગે તો ગર્ભપાત કસમયની પ્રસૂતિ અને બાળક ગર્ભમાં જ મૃત્યુ પામે તેવી સંભાવનાઓ વધી જાય છે.
ઓરી ને નાબુદ કરવા તેમજ રુબેલા ને કંટ્રોલ કરવા માટેનું રસીનુ અભિયાન ગુજરાત સરકાર દ્વારા ૧૬ જુલાઈથી શરૂ કરવામાં આવશે જેમાં ગામેગામ પોતાના બાળકોને લેવા માટે અનુરોધ કરાયો હતો તાલુકાના મેડિકલ ઓફિસર આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગામેગામ મિટિંગ કરી આ સંદેશો આપવામાં આવ્યો છે અને તમામ બાળકોને આ રસી અપાવવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું

રિપોર્ટ- બિમલ માંકડ 78746 35092 – ચિરાગ સોની

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY