અમદાવાદ,તા.૮
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી ગ્રામ વિકાસના ઉમદા હેતુથી ચલાવવામાં આવી રહેલી વિશ્વકર્મા યોજનાના છઠ્ઠા તબક્કામાં ડિગ્રી અને ડિપ્લોમા એંજિનિયરીંગ ની ૩૨ કોલેજાના વિદ્યાર્થીને સ્માર્ટ વિલેજનું સપનું સાકાર કરવા ૧૩૬ ગામની મદદે મોકલવામાં આવશે.
આ વખતે ગ્રામ વિકાસ કચેરી અને ગ્રામ પંચાયત તેમજ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ સાથે સંકલન સાધીને ૧૩૬ ગામડાંઓમાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અને સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવશે.
આ કાર્યમાં જાડાનારી કોલેજામાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, અમરેલી, રાજકોટ, મોરબી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ, ગોધરા, આણંદ, સુરત, બારડોલી અને વડોદરાની કોલેજનો પણ સમાવેશ થાય છે. પ્રારંભિક તબક્કામાં સ્માર્ટ વિલેજ બનાવવા માટે ટેકનો ઇકોનોમિક સર્વે કરવામાં આવશે.
તે કાર્યમાં સિવિલ અનેઇલેક્ટ્રિકલ્સ એંજિનિયરીંગ ના ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થી જાડાશે. તેઓને નોડલ ઓફિસર અને સરકારી અધિકારીઓ માર્ગદર્શન આપશે, જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડો. નવીન શેઠે આ યોજનાના ઉદ્દેશ વિશે જાણકારી આપતાંકહ્યુ હતું કે શહેરની સાથોસાથ તેની આસપાસના ગ્રામ વિસ્તારોનો પણ સંતુલિત વિકાસ થાય તો ગ્રામવાસીનું શહેરમાં સ્થળાંતરનું પ્રમાણ ઘટી શકે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



