નવી દિલ્હી, તા. ૮
એરો ઈન્ડીયા શોના સ્થળને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો હવે અંત આવી ગયો છે. આજે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે એરો ઈÂન્ડયા શો અને ડિફેન્સ એÂક્ઝબિશનનું આયોજન બેંગલોરમાં કરવામાં આવનાર છે. દેશના સૌથી મોટા એર શો કર્ણાટકના પાટનગરમાં ૨૦મીથી ૨૪મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. સંરક્ષણ મંત્રાલય તરફથી આ અંગેના આયોજનની આજે જાહેરાત કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પાંચ દિવસીય ઈવેન્ટમાં એરોસ્પેસ અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રી માટે ટ્રેડ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. પબ્લિક એર શો પણ યોજવામાં આવશે. એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ લીડર્સ અને મોટા રોકાણકારોની સાથે આ આયોજનમાં દુનિયાભરના અનેક થીન્કટેન્ક પણ ભાગ લેનાર છે. આ એÂક્ઝબિશનના આયોજન સ્થળને લઈને છેલ્લા મહિને પ્રશ્ને ઉઠી રહ્યા હતા કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પણ લખનૌમાં આનું આયોજન કરવા માટે વિનંતી કરી હતી. યોગી આદિત્યનાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનને અપીલ કરી હતી કે આનું આયોજન લખનૌમાં કરવામાં આવે. યોગી આદિત્યનાથના આ નિવેદન બાદથી કર્ણાટકમાં લોકો દુવિધાભરી સ્થિતિમાં હતા. એમ માનવામાં આવી રહ્યું હતું કે કર્ણાટકમાં આનું આયોજન થઈ શકશે નહીં પરંતુ હવે બેંગલોરમાં જ એર શો યોજવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્ણાટકના ભાજપ વડા તરફથી આ મુજબની માંગ પહેલાથી જ કરવામાં આવી હતી. ભાજપ સ્ટેટ પ્રમુખ બી.એસ. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે આ યોગ્ય છે કે ઉત્તરપ્રદેશ સરકાર તેનું આયોજન લખનૌમાં ઈચ્છતી હતી પરંતુ બેંગલોરમાં આયોજન થશે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




