સાણંદ,તા.૭
સાણંદ નજીક આવેલા વિરોચનનગરનાં દલિતવાસમાં રહેતા જબૂબેન ચાવડાની ૧૯ વર્ષની પુત્રી રંજન સાણંદ જીઆઈડીસીમાં છૂટક મજૂરી કામ કરતી હતી. ૫ જુનના રોજ સાંજે નોકરીથી છૂટી અને રંજન માતા સાથે ઘરે પરત આવતી હતી ત્યારે ટીંબા વાસમાં રહેતો નિઝમખાન પઠાણ નામનો શખ્સ ગાડી લઈને આવ્યો હતો. તળાવ પાસે પોહચ્યા ત્યારે પણ ત્યાં ઉભો રહી ગયો હતો. ઘરે આવી રંજન સુઈ ગઈ હતી. તેની મોટી બહેને પૂછતાં જણાવ્યું હતું કે હું કંટાળી ગઈ છું કંપનીમાં પણ મારી ઈજ્જત નથી રહી.નિઝામખાન પઠાણ છેલ્લા બે વર્ષથી માનસિક અને શારીરિક ત્રાસ આપી ધમકીઓ આપે છે.
વહેલી સવારે રંજને બૂમ પાડી હતી જેથી લોકો જાગી ગયા હતા. રંજને કોઈ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ આપઘાત કર્યો છતાં આરોપી નિઝામે રંજનના પિતાને ફોન કરી જાણ કરી હતી કે તમે કઈપણ કરશો તો પૈસાના જોરે હું છૂટી જઈશ તેવું કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


